
Surat news: ગુનાઓના હબ તરીકે ગણાતા એવા સુરત જિલ્લાના કડોદરાના આંત્રોલી ગામે યુવકની કરપીણ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. કડોદરાના આંત્રોલી ગામે અંગત અદાવતમાં મિત્રોએ જ એકઠા થઈને બીજા મિત્રની કરપીણ હત્યા કરી હતી. મામા દેવના દર્શન કરવા મિત્રો સાથે રિક્ષામાં આવેલા યુવકને બીજા મિત્રોએ રહેંસી નાખી રિક્ષામાં તોડફોડ કરી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી છે.
મળતી વિગતો અનુસાર, સુરત જિલ્લામાં આવેલા કડોદરાના આંત્રોલી ગામમાં ચાર મિત્રો મામા દેવના મંદિરે દર્શન કરી આવ્યા બાદ રસ્તામાં નજીવા મુદ્દે બોલાચાલી થઈ હતી. જેથી ત્રણ મિત્રોએ ભેગા મળીને પોતાના મિત્ર એવા હરિલાલને રહેંસી નાખ્યા બાદ તમામ મિત્રો ઘટનાસ્થળેથી પલાયન થઈ ગયા હતા. જો કે, યુવકની હત્યાની જાણ થતા કડોદરા પોલીસે ઘટનાસ્થળે જઈ હત્યાની સઘન તપાસ શરૂ કરી હતી. જે દરમ્યાન પોલીસે બે શકમંદ મિત્રોની પૂછપરછ શરી જ્યારે એક મિત્રની શોધખોળ શરૂ કરી હતી. પોલીસને આશંકા છે કે યુવકની હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવી જોઈએ. જેથી પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.