
Ahemdabad Railway News: અમદાવાદની રેલ્વે સેવાઓમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. RLDR દ્વારા શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાના સ્તરે ઉન્નત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને પગલે રેલવે દ્વારા 70 દિવસનો મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે રેલવે જન સંપર્ક અધિકારી અજય સોલંકીએ જણાવ્યું કે, આગામી 5 જુલાઈથી 12 સપ્ટેમ્બર સુધી કેટલીક મહત્વની ટ્રેનોના ટર્મિનલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
તેમણએ વધુમાં જણાવ્યું કે, કેટલીક મુખ્ય ટ્રેનોના ટર્મિનલને મણીનગર,અસારવા અને વટવા રેલ્વે સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવશે. નવજીવન એક્સપ્રેસ સહિતની ટ્રેનોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં મુસાફરીને વધુ સરળ અને આનંદદાયક બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલવે તરફથી મુસાફરોને અપીલ છે કે, ઘરેથી નીકળતા પહેલા ગાડીનું સ્થળ ચેક કરીને જવું.