Kheda News: ગુજરાતમાંથી સતત છેતરપિંડીની ઘટના સામે આવી રહી છે. એવામાં ખેડામાંથી એક લૂંટેરી દુલ્હન યુવકને લગ્નની લાલચ આપી પૈસા પડાવીને ફરાર થઈ ગઈ હતી. આખરે પોલીસે લૂંટેરી દુલ્હનને તેના સાગરિતો સાથે ઝડપી પાડી હતી. ખેડા જિલ્લામાં કપડવંજના યુવકને લગ્નની લાલચ આપી દુલ્હને 1,35,000 રુપિયા પડાવ્યા હતા.

