Kheda Accident News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં ખેડામાં ગંભીર અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે. ખેડા જિલ્લામાં કપડવંજ કઠલાલ રોડ પર પોરડા ભાટેરા પાસે અકસ્માત સર્જાયો હતો. સરકારી બસ અને રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો.

