
ગુજરાતમાંથી સતત લાંચ લેતા અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે એવામાં ફરી સુરત શહેરમાંથી લાંચિયા પોલીસ ઝડપાયા છે. સુરત શહેરમાં કાપોદ્રા પોલીસ મથકના બે પોલીસ અધિકારીઓ સાથે એક વ્યક્તિને 63 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા છે.
પૈસાની લેતી દેતી બાબતે લાંચ માંગવામાં આવી હતી
મળતી માહિતી પ્રમાણે, ફરીયાદી વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે અરજી થયેલ હતી જે અરજીની તપાસ આ પોલીસ અધિકારીઓ કરી રહ્યા હતા. જે અરજીની તપાસમાં ફરીયાદીને બાકી નીકળતા રૂપિયા આપી દેવા સારુ ફરીયાદીને વારંવાર દબાણ કરતા હતા. અને જે બાકીના રૂપિયા અપાવવાના હતા તેમાંથી ઓછું કરાવીને બાકી નીકળતા રૂપિયા પૈકી ઉપરના રૂ. ૬૩,૦૦૦ આરોપી અધિકારીએ પોતાને આપી દેવા જણાવી ગેરકાયદેસર રીતે લાંચની માંગ કરી હતી.
https://twitter.com/ACBGujarat/status/1917964405624750235
ફરીયાદીએ ACBને જાણ કરી તો ACBએ ટ્રેપ ગોઠવીને ત્રણેયને ઝડપ્યા
ફરીયાદી લાંચના નાણા આપવા માંગતા ના હોવાથી ફરીયાદીએ વડોદરા ACBમાં સંર્પક કરી ફરીયાદ કરી હતી. જેને આધારે ACB છટકું ગોઠવીને ત્રણ આરોપીને હિરાબાગ પોલીસ ચોકીમાંથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીમાં PSI મધુબેન અમીભાઇ રબારી, ASI નવનીતકુમાર હમીરભાઇ જેઠવા જે બંને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. તેમની સાથે માનસિંહ રામભાઇ સિસોદિયા નામક એક ખાનગી વ્યકિત પણ ઝડપાયો છે.