Home / Entertainment : Karan Johar gets face insurance in South Korea

Karan Johar એ સાઉથ કોરિયામાં ઉતરાવ્યો ચહેરાનો વીમો? પ્રોડયૂસરે આપ્યો સંકેત

Karan Johar એ સાઉથ કોરિયામાં ઉતરાવ્યો ચહેરાનો વીમો? પ્રોડયૂસરે આપ્યો સંકેત

ફિલ્મ પ્રોડયૂસર કરણ જોહર (Karan Johar) એ તેના ચહેરાનો સાઉથ કોરિયામાં વીમો ઉતરાવ્યો હોવાની અફવા ચાલી રહી છે. જોકે, કરણ જોહર (Karan Johar) એ આ અફવાને સીધો રદિયો આપવાને બદલે ગોળ ગોળ ભાષામાં એક પોસ્ટ કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કરણે તેની પોસ્ટમાં લખ્યું, "મેં અફવાઓ વાંચી છે, બહુ ગપસપ ચાલે છે, ચાલવા દો, ભલે નાટક ચાલ્યા કરે અને તમે માણ્યા કરો." એવી વાત ફેલાઈ છે કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક મિત્રની સલાહથી કરણ જોહરે સાઉથ કોરિયામાં તેના ચહેરાનો વીમો ઉતરાવ્યો છે.

બોલીવૂડમાં છેલ્લા કેટલાક સમયથી કરણ (Karan Johar) ના બદલાયેલા દેખાવની પણ ચર્ચા છે. એક દાવા અનુસાર તેણે કેટલીક દવાઓ લઈને પોતાનું વજન ઉતાર્યું છે. તેનો ચહેરો પણ અગાઉ કરતાં બેસી ગયેલો દેખાઈ રહ્યો છે. જોકે, કરણે પોતે કોઈ ખાસ દવાઓનો ઉપયોગ કરતો હોવાનું નકાર્યું છે. કરણ (Karan Johar) એ સ્વીકાર્યું હતું કે તેણે બહુ લાંબા સમય પછી બ્લડ ટેસ્ટ કરાવ્યા હતા. તેમાં તેને જાણ થઈ હતી કે તેને થાઈરોઈડને લગતી કેટલીક તકલીફો છે.

Related News

Icon