Home / Religion : Mantra is the power that inspires one to attain Dharma, Karma, and Moksha

Dharmlok: ધર્મ, કર્મ અને મોક્ષની પ્રાપ્તિ માટે પ્રેરણા આપનારી શક્તિને મંત્ર કહે છે

Dharmlok: ધર્મ, કર્મ અને મોક્ષની પ્રાપ્તિ માટે પ્રેરણા આપનારી શક્તિને મંત્ર કહે છે

- અધ્યાત્મ ચિંતન 

- વૃક્ષો હંમેશા ફળ, ફૂલ પેદા કરે છે, પાંદડા જાનવરોને ખવડાવે છે, પોતાની છાયામાં પક્ષીઓને વિશ્રામ આપે છે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પરિવારમાં આપણે માલિની જેમ રહીએ, માલિક ન બનીએ. આપણે સંતાન સાથે એટલું બધું એટેચમેન્ટ ન રાખીએ કે મરી ગયા પછી આપણે સંતાનના ખાટલાં પર માંકડ થવું પડે, મૃત્યુ પછી એ ઘરમાં ઉંદર થવું પડે. આપણે પરિવારને સદગુણી બનાવીએ અને સ્વાવલંબી બનાવીએ અને પછી બિનજરૂરી મોહ ઓછો કરીએ. તમામ પ્રકારના વૈભવ, મકાનો, બંગલા, જમીન, ખેતરો, બાગ-બગીચા બીજા કોઇના પણ નથી પરંતુ એના માલિક એક જ છે. આ બધુ જ સમાજનું, રાષ્ટ્રનું અને ઇશ્વરનું છે. આપણે તો થોડા સમય માટે આ મનુષ્ય યોનિમાં જન્મ ધારણ કરીને આવ્યાં છીએ અને આપણાં કર્મો પ્રમાણે આગળની યાત્રા માટે જવાના છીએ. ધર્મ, કર્મ અને મોક્ષની પ્રાપ્તિ માટે પ્રેરણા આપનારી શક્તિને મંત્ર કહે છે.

ચોવીસ કલાક કામ કરનારી, પ્રેમ આપનારી, શ્રમ કરનારી, સેવા કરનારી, પોતાના શરીરનો રસ નિચોવીને દેનારી સમગ્ર જીવન અને પોતાની મહત્ત્વાકાંક્ષાઓને અર્પિત કરનારી ધર્મપત્ની આ તપસ્વી છે. વૃક્ષોની તરફ જુઓ તે હંમેશા ફળ, ફૂલ પેદા કરે છે, પાંદડા જાનવરોને ખવડાવે છે, પોતાની છાયામાં પક્ષીઓને વિશ્રામ આપે છે. વાતાવરણમાં થતું કાર્બનડાયોકસાઇડ ચૂસી લે છે. આ વૃક્ષો તપસ્વી છે. સાચો તપસ્વી પોતાની સમગ્ર જીંદગીને લોકહિતના માટે દેશના માટે શ્રેષ્ઠ કાર્યોને પૂરા કરવા માટે ખર્ચ કરી નાખે છે. આજના યુગમાં સંસ્કારોની નષ્ટ થઇ રહેલી પરંપરાને પુર્નજીવિત કરવામાં શાંતિકુંજ ગાયત્રી તીર્થ હરિદ્વારનો ફાળો બહુ મોટો છે. આજે કર્મકાંડો જટિલ થઇ ગયા છે અને તે પંડિતો તથા પુરોહિતો માટે ધન કમાવાનું સાધન બની ગયાં છે. આવી પરિસ્થિતિમાં શાંતિકુંજમાં નિ:શુલ્ક સંસ્કાર પરંપરા ચાલી રહી છે. કોઈપણ શ્રધ્ધાળુ કોઈપણ પ્રકારના ભેદભાવ વગર અહીં આવીને આ સંસ્કાર વિધિનો નિ:શુલ્ક લાભ લઇ શકે છે. જન્મદિવસ, લગ્ન દિવસ, પુસંવન, નામકરણ, મુંડન વિદ્યારંભ, વિવાહ, મરણોતર શ્રાધ્ધતર્પણ વગેરે તમામ સંસ્કારો કરાવી શકે છે. વાણી કલ્યાણકારી અને મધુર જ બોલીએ. પૈસા મનુષ્યના કઠિન પરિશ્રમનું પ્રતિકૂળ છે તેથી એ રૂપિયાનું બજેટ બનાવીએ ખર્ચ કરવા જોઇએ.

બાળકોને નિયમિતપણે એવા મહાપુરુષોનાં જીવન સ્મરણો સંભળાવતા સમજાવતા રહો જેનાથી વ્યક્તિત્વમાં સમાજ પ્રત્યે સંવેદનશીલતા રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પોતાના જીવન પ્રત્યે ગંભીરતા જન્મે.

- જયેન્દ્ર ગોકાણી

Related News

Icon