ગાંધીનગર ખાતે થોડા દિવસો અગાઉ ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ તેમાં ગુજરાત ફિલ્મ અભિનેતા અને ગાયક વિક્રમ ઠાકોર સહિતના ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપવામાં આવતા નવો વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ વિક્રમ ઠાકોરે એક સંમેલન યોજ્યું હતું, જેમાં તેમણે પોતાની વ્યથા કહી હતી. જો કે, ત્યારબાદ ડેમેજ કંટ્રોલ કરવા માટે સરકારે વિધાનસભામાં વિક્રમ ઠાકોર સહિત 1000થી વધુ કલાકારોને ગૃહ કાર્યવાહી નિહાળવા આમંત્રિત કર્યા હતા, પરંતુ વિક્રમ ઠાકોર ગેરહાજર રહ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વિક્રમ ઠાકોરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

