
રાજ્યના કેશોદમાં સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે મારા-મારીની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે વાહન પાર્કિંગના મુદ્દે થયેલી બબાલ મારામારીમાં ફેરવાઈ હતી.
બંને જૂથના લોકો એકબીજા પર હથિયાર લઈને તૂટી પડ્યા
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં બંને જૂથના લોકો એકબીજા પર હથિયાર લઈને તૂટી પડ્યા હતા. તો બીજી તરફ બન્ને જૂથના 4-4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
11 મહિલાઓ સહિત 25 લોકો સામે કેસ દાખલ
ગંભીર રીતે ઈજાગ્રસ્ત તમામને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. તો બીજી તરફ મારા-મારીની ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકોના ટોળાં હોસ્પિટલ પાસે ઉમટી પડ્યાં હતાં, જેનાથી તણાવની સ્થિતિ સર્જાઈ હતી. બંને જૂથોએ એકબીજા વિરુદ્ધ પોલીસમાં સામ-સામે ફરિયાદ નોંધાવી, જેમાં કુલ 11 મહિલાઓ સહિત 25 લોકો સામે કેસ દાખલ થયા