
ગુજરાતના જૂનાગઢના કેશોદના પાણખાણ ગામે સામાન્ય બાબતે ખેડૂતની હત્યા કરવામાં આવી હતી.આ કેસમા 15માંથી 11 આરોપીઓને ઝડપી લેવાયા છે. જમીનની તકરારમાં એક જ જ્ઞાતિના સભ્યો વચ્ચે જમીનના રસ્તા બાબતે તકરાર થઈ હતી.
ઝડપાયેલા આરોપીના નામ
(૧) ભુપતભાઇ બાબુભાઇ જોટા
(૨) સોમાતભાઇ બાબુભાઇ જોટા
(૩) દેવદાનભાઇ રાજાભાઇ જોટા
(૪) નાજાભાઇ ગાંગાભાઇ જોટા
(૫) રાવતભાઇ નાજાભાઇ જોટા
(૬) જીતુભાઇ નાજાભાઇ જોટા
(૭) જનકભાઇ દેવદાનભાઇ જોટા
(૮) હમીરભાઇ દેવદાનભાઇ જોટા
(૯) હઠીસિહ દેવદાનભાઇ જોટા
(૧૦) બહાદુરભાઇ ઉર્ફે ભાવેશભાઇ ભુપતભાઇ જોટા
(૧૧) જગદીશભાઇ ભુપતભાઇ જોટા
15 આરોપીઓમાથી 11 ઝડપાયા
આ મામલે બન્ને પક્ષે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જેમાં એક વૃદ્ધનુ મોત થયુ હતું. મારામારીની આ ઘટનામાં બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ લીધી હતી.
11 પુરુષોની ધરપકડ કરી વધુ કાર્યવાહી
તેમજ હત્યા કેસમાં સંડોવાયેલી ચાર મહિલા સહિત 15 આરોપીઓ માંથી 11 પુરુષોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જમીન બાબતમાં ખેડૂતની હત્યા કરી દેવામાં આવી હતી.