
Kheda News: ખેડામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં GEBની ઘોર બેદરકારીએ મહિલાનો જીવ લીધો હોવાનું સામે આવ્યું છે. ખેડા જિલ્લામાં GEBની લાપરવાહીના કારણે એક 29 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ખેડા જિલ્લાના સોડપુર ગામના નાના બોરીમાં કરંટ લાગતા મહિલાનું મોત થયુ હતું. પિંકલબેન જીગ્નેશભાઈ તળપદા નામની મહિલા ખેતરમાં તુવેર વીણતા હતા ત્યારે કરંટ લાગ્યો હતો. GEBના થાંભલા પરથી અર્થિંગ માટે ઉતરેલો તારનો વાયર અડી જતા મહિલાને વીજ કરંટ લાગ્યો હતો. મહિલાને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ લઈ જતા ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી.