Home / Gujarat / Kheda : tanker loaded with chemicals overturned on the Express Highway

Kheda News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઈ પડ્યું 20 ફૂટ ઊંડા ખાડામાં

Kheda News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઈ પડ્યું 20 ફૂટ ઊંડા ખાડામાં

Kheda News: ગુજરાતભરમાંથી સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી અકસ્માતના સમાચાર મળી રહ્યા છે.  એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું હતું. હાઇવે પરની રેલિંગ તોડીને 20 ફૂટ ખાડામાં ટેન્કર પલટી ખાતા ટેન્કરમાંથી કેમિકલ લીકેજ શરૂ થયું હતું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેમિકલ ભરેલ ટેન્કર દહેજથી અમદાવાદ જઈ રહ્યું હતું તે દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી. ટેન્કરમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ નામનું 16000 લિટર કેમિકલ ભરેલું હતું. ઘટનાની જાણ થતા નડિયાદ તથા આણંદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી થતું કેમિકલ લીકેજ અટકાવવાની કામગીરી શરૂ કરી હતી.  

ઘટનાની ગંભીરતાને લઈ નડીયાદ ડીવાયએસપી, ચકલાસી પીઆઈ, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, ડેપ્યુટી કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.

Related News

Icon