
Kheda News: ખેડા નગરપાલિકાએ કોન્ટ્રાકટરને નાણાં નહિ ચૂકવતા કોર્ટે મિલકત જપ્તીના વોરંટ ઇસ્યુ કર્યા છે. એજેનસીએ ખેડા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને ટેબલ અને ખુરશી વિહોણા કરી દીધા હતા. ખેડા નગરપાલિકામાં કોર્ટ દ્વારા 44લાખ ઉપરાંતના બા કામના 1 કરોડથી વધુના લેણાં માટે મિલક્ત જપ્તી વોરન્ટ આપ્યું છે.
વર્ષ 2015/16માં બ્રહ્માણી કંટ્રક્શન દ્વારા પાલિકામાં પ્રોટેક્શન વોલના કામો કર્યા હતા. જેમાં નાણાં પાલિકાએ ચૂકવ્યા ન હતા, અને આ અંગે ખેડા ડિસ્ટ્રીક્ટ કોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટમાં પણ ખેડા પાલિકાને કોઈ રાહત મળી નથી. બ્રહ્માણી કંટ્રક્શન નામની એજેન્સી 30 માણસોની ટીમ લઇ ખેડા પાલિકામાં પહોંચી હતી. ચીફ ઓફિસરની રૂમનો તમામ સામાન કોન્ટ્રાકટરે ખાલી કરી ગાડીમાં ભર્યો હતો.
ખેડા નગરપાલિકાના લગભગ વાહનો અને તમામ ફર્નિચર લઇ જવાનો એજેન્સીનો નિર્ધાર દેખાયો હતો. ખેડા નગરપાલિકાના કર્મચારીઓ ચીફ ઓફિસર સહીત પ્રમુખ ગાયબ થઈ ગયા હતા. પાલિકામાં કોઈ કર્મચારી કંઈપણ કહેવા તૈયાર નથી. કોન્ટ્રાકટરે ગામના વિકાસ કામ માટેનો પીળો પંજો JCB પણ ઉઠાવી લીધો હતો. નગરપાલિકાઓમાં ચાલતા લોલામલોલ વહીવટમાં એક કરોડ રૂપિયા ક્યાં ખર્ચાયા તે પણ મોટો સવાલ લોકમાનસમાં ઉઠી રહ્યો છે.