
Kheda News: ખેડા જિલ્લામાંથી મામા-ભાણીના સંબંધોને લજવતો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એક 17 વર્ષીય સગીરા પર પોતાના જ સગા મામાએ દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. સગીરા ગર્ભવતી બનતા મામાની સમગ્ર કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. સગીરા 6 માસ અગાઉ મોસાળમાં જતા ત્યાં સગા મામાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી બની હતી.
મળતી માહિતી પ્રમાણે, આણંદ જીલ્લાના આંકલાવ ગામે સગીરા પોતાના મોસાળ ગઈ હતી. સગા મામા ઇકબાલશા ઇબ્રાહીમ દીવાને તેને પ્રેમજાળમાં ફસાવી અને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. 6 માસ બાદ સગીરાને પેટમાં દુ:ખાવો થતાં જ હોસ્પિટલમાં દાખલ કરાઈ જ્યાં સમગ્ર કાંડનો ભાંડો ફૂટ્યો હતો. સગીરાના ગર્ભમાં રહેલું બાળક મૃત અવતર્યું હતું જો કે હાલમાં સગીરાની હાલત સ્થિર છે. આ સમગ્ર ઘટના અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી તપાસ આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવી છે.