
રણછોડજી અતિથિગૃહના પાર્કિંગમાં ભક્તો માટેની ભોજનશાળાનું આજે લોકાર્પણ કરાશે. સમગ્ર બાબતે ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન પરિન્દુભાઈ ભગતે જણાવ્યું હતું કે, ડાકોરના ઠાકોરના દર્શને આવતા ભક્તો ભોજન પ્રસાદી લઈને જાય, કોઈ ભક્ત ભૂખ્યા ના જાય તેવો નિર્ણય ડાકોર ટેમ્પલ કમિટીની મીટિંગમાં થયો છે.
ઠાકોરજીના દર્શન કર્યા બાદ ભોજન- પ્રસાદી ગ્રહણ કરીને જઈ શકશે
ડાકોરમાં આવતા તમામ દર્શનાર્થીઓ હવે ઠાકોરજીના દર્શન કર્યા બાદ ભોજન- પ્રસાદી ગ્રહણ કરીને જઈ શકશે. ડાકોર રણછોડજી ટ્રસ્ટ દ્વારા રણછોડજી અતિથિ ગૃહના પાર્કિંગમાં વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા શરૂ કરાશે.
સવારે ૧૧ વાગ્યાના અરસામાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ હસ્તે ઉદ્ધાટન
સવારે ૧૧ વાગ્યાના અરસામાં અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ડાકોર મંદિરના મહંત ભંડારી મહારાજના હસ્તે વિનામુલ્યે ભોજન શાળાનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે. જેમાં ભક્તોને દરરોજ સવારે દાળ, ભાત, શાક, પુરી જ્યારે સાંજે ખિચડી, કઢી, શાકનો પ્રસાદ નિઃશુલ્ક જમાડવાના આયોજનનો નિર્ણય કરાયો છે. આગામી દિવસોમાં મંદિરમાં ફંડની આવક વધશે તો અન્ય મીઠાઈ પણ ભક્તોને જમવામાં આપવાની શરૂ કરાશે.