અમદાવાદના ખોખરામાં અઠવાડિયામાં બીજીવાર આગની ઘટના સામે આવી છે. ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા નજીક શરણમ-5 એપાર્ટમેન્ટના ચોથા માળે આગ લાગી હોવાની માહિતી મળી છે. જોકે, હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ લાગી હોવાની જાણ થતાં પાંચ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, શહેરના ખોખરા વિસ્તારમાં અનુપમ સિનેમા નજીક શરણમ-5 એપાર્ટમેન્ટમાં આગની ઘટના સામે આવી છે. એપાર્ટમેન્ટમાં પાંચમાં માળે ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડો થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તુરંત જ ફાયર વિભાગની પાંચ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. નોંધનીય છે કે, હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી.
આગ લાગવાનું કારણ અકબંધ
જોતજોતામાં આગે વિશાળ સ્વરૂપ લઈ લેતા એપાર્ટમેન્ટ તેમજ આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. હાલ, ફાયરની ટીમ પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસની ટીમ તેમજ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જેથી કોઈ આપતકાલીન સ્થિતિમાં તુરંત મદદ મળી રહે. નોંધનીય છે કે, હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.