Home / Gujarat / Bharuch : Police rescue girl kidnapped from guardian

Bharuch News: વાલિયાથી અપહરણ થયેલ બાળકીને પોલીસે છોડાવી, 2 આરોપીની ધરપકડ

Bharuch News: વાલિયાથી અપહરણ થયેલ બાળકીને પોલીસે છોડાવી, 2 આરોપીની ધરપકડ

ભરૂચ જિલ્લાના વાલિયાથી અપહરણ થયેલ બાળકીને વાલિયા પોલીસે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાંથી આરોપીની ચુંગાલમાંથી છોડાવી હતી અને કાર કબ્જે કરી બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ ભાવનગર જિલ્લાના હાલ સુરતના કામરેજની લક્ષ્મી રેસીડેન્સીમાં રહેતા જગમલ વાતુકીયા ગત તારીખ 15 એપ્રિલના રોજ બપોરના અરસામાં વાલિયા ખાતે જીવા ભરવાડના ઘરે આવ્યા હતા અને જીવાભાઈની દીકરીની દીકરીનું કારમાં અપહરણ કરી ભાગી ગયો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જે અંગેની જાણ થતા જીવાભાઈ ભારવડે વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે કારના નંબરના આધારે ઈ ગુજકોપ અને ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સના માધ્ય્મથી તપાસ શરુ કરી હતી. સુરત અને ભાવનગર જિલ્લા ખાતે અપહરણ થયેલ બાળકી તપાસ કરવા અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી હતી.

દરમ્યાન આરોપીનું લોકેશન બોટાદ ભાવનગર જિલ્લામાં હોવાથી ત્યાંની પોલીસના સંપર્ક દ્વારા મળેલી માહિતીના આધારે, આરોપી અને અપહરણ થયેલ બાળકી ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકાના નવાણીયા ગામ ખાતેથી બાળકીને આરોપીના ચુંગાલમાંથી છોડાવી હતી. અપહરણ કરનાર જગમલ તોગાભાઇ વાતુકીયા અને ગોવિંદ વાતુકીયાની ધરપકડ કરી રૂ 10 લાખની કાર કબ્જે કરી હતી અને બંને આરોપીઓને વાલિયા પોલીસ મથક ખાતે લાવી બાળકીને પરિવારજનોને સુપ્રત કરી હતી.

Related News

Icon