
Bharuch News: દાહોદ બાદ ભરૂચમાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે. ભરૂચ જીલ્લાના ૫૬ ગામોના વિકાસ કાર્યોમાં ૭.૩૦ કરોડના કૌભાંડની તપાસ માંગવામાં આવી છે. ભરૂચ જીલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે. વિકાસ કાર્યોના કામમાં ગુણવત્તાના અભાવ સાથે માનવશ્રમના ઉપયોગ વગર યાંત્રિક કાર્યો કરાયાની ફરિયાદ નોંધાઈ છે.
વેરાવળની બે એજન્સીઓ સામે ફરિયાદ દાખલ
મેટલ રસ્તા પર મેટલનો ઓછો વપરાશ કરી ઓછી ગુણવત્તાના રસ્તા બનાવી સરકાર પાસેથી પૈસા પડાવી લેવાયા છે. સરકારી કર્મચારી અને અધિકારીઓના મેળાપીપણાના ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મદદનીશ પ્રાયોજના અધિકારી પ્રતિક ચૌધરીએ ગુનો દાખલ કરાવ્યો છે. વેરાવળની બે એજન્સીઓ જલારામ એન્ટરપ્રાઈઝ અને મુરલીધર એન્ટરપ્રાઈઝ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. બંને એજન્સીઓના પ્રોપરાઈટર પિયુષ નુકાણી અને જોધા સભાડ સામે નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના 56 ગામોમાં મનરેગા કૌભાંડ
ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાઇ છે. જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સી(પિયુષભાઇ નુકાણી), મુરલીધર એન્ટરપ્રાઈઝ (જોધાભાઇ સભાડ) અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ભ્રષ્ટાચાર કરવા માટે 60- 40નો રેશિયો તોડીને મટીરિયલની ખરીદી કરવામાં આવી છે. સરકારી એસઓપી અને ક્રાઇટેરિયા મુજબ કામ થયું અને કામ પૈસા ચૂકવી દેવાની વાત કરવામાં આવી છે. વધારે મટિરિયલ બતાવીને તેના ખોટા બિલ બનાવવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મુરલી એન્ટરપ્રાઇઝને 13,05,676 તથા જલારામ એન્ટરપ્રાઇઝને 6,58,898 એમ કુલ 19,64, 574 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તેમજ ભરૂચ જિલ્લાના 56 ગામોમાં અંદાજે 7,30,00,000 કરોડોની નાણાકીય ગેરરિતિ આચરવામાં આવી છે.
જાંબુઘોડામાં મનરેગા કૌભાંડનો કોંગ્રેસનો આક્ષેપ, 4 વર્ષમાં 293 કરોડનો ખર્ચ
દાહોદ જેવો જ ભ્રષ્ટાચાર હવે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના 26 ગ્રામ પંચાયત છે અને ફક્ત 42,000ની વસ્તી છે. જેમાં 2021-22માં 54 કરોડોનો ખર્ચ, 2022-23માં 128.99 કરોડ, 2023-24 69.88માં કરોડ, 2024-25 વર્ષમાં 40.38 કરોડ ખર્ચ થયો છે. જેમાં ગિરિરાજ ટ્રેડર્સ, ગિરિરાજ ટ્રેડિંગ કંપની અને જય માતાજી સપ્લાયર્સ જેવી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે.