પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા (Kunal Kamra) ને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. શુક્રવારે, કોર્ટે કુણાલ (Kunal Kamra) ને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ 'રાજદ્રોહી' ટિપ્પણી સંબંધિત કેસમાં ધરપકડથી રક્ષણ આપ્યું હતું. જોકે, કોર્ટે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સામે તેની 'રાજદ્રોહી' ટિપ્પણીના સંદર્ભમાં નોંધાયેલી FIRના સંદર્ભમાં તપાસ પર રોક લગાવવાનો ઈનકાર કર્યો હતો.

