
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે પાણી પુરવઠા, જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળિયાએ અર્જુન નાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. ઉચ્છ નદી ઉપર વર્ષો પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલ છે. મંદિરનું ધોવાણ થતા બે કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ મંજૂર કરવામાં આવી છે. તેના નિરીક્ષણ માટે બાવળિયા આવ્યા હતાં. સંખેડા ખાતે આવેલા કુંવરજી બાવળિયા સિંચાઈ મંત્રીને પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્રના મનરેગા યોજનાના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી તેનો સવાલ કરતા જ મંત્રીની બોલતી બંધ થઈ ગઈ હતી. મને ખબર નથી તેમ કહીને ચાલતી પકડી હતી.
સ્થાનિકોએ કરી રજૂઆત
કુંવરજી બાવળિયા સાથે સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી તેમજ માજી તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. મંત્રી કુંવરજી બાવળિયાએ અર્જુનનાથ મહાદેવ અને પંચેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા. ગ્રામજનોએ દીવાલ વધુ બનાવવા માટે રજૂઆત કરી હતી. જ્યારે ધારાસભ્યે ઉચ્છ નદી ઉપર ચેકડેમ બનાવવા માટે ગ્રામજનો સાથે રજૂઆત કરી હતી.
ખેડૂતોની રજૂઆત
નસવાડી તાલુકાના અને કવાંટ તાલુકાના ગામોને નર્મદા મેઈન કેનાલમાંથી સિંચાઈના પાણી મળે તે માટે આગામી દિવસોમાં આયોજન કરવામાં આવશે. તેવું કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું. રજૂઆત ધારાસભ્યએ કરેલ છે. પરંતુ વર્ષોથી કેનાલના પાણી ખેડૂતોને મળે તે વર્ષોથી ખેડૂતો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી રહી છે.