
Kutch News: કચ્છમાંથી એક જહાજમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી રહી છે. કચ્છ જિલ્લામાં કંડલા પોર્ટમાં એક કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થવાનો મામલો સામે આવી રહ્યો છે. જો કે તમામ ક્રુ મેમ્બર્સ સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે.
કચ્છ જિલ્લામાં કંડલા પોર્ટમાં દિન દયાલ પોર્ટના ઓઈલ જેટી નંબર બે પર કેમિકલ ખાલીને કરીને આઉટર તુણા બોયા તરફ જઈ રહેલા એક કેમિકલ જહાજમાં બ્લાસ્ટ થયો હતો. જહાજના 21 ક્રુ સભ્યો સહિત હાલ સહી સલામત હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. મેરિટાઈમ રિસ્પોન્સ કોર્ડિનેશન સેન્ટર, કોસ્ટગાર્ડની ટીમે હાલ બચાવકાર્યમાં લાગેલી છે.