Home / Lifestyle / Fashion : These purse designs will make your outfit attractive

Ladies purse designs / લગ્ન કે અન્ય ફંક્શનમાં કેરી કરો આ પ્રકારના પર્સ, આઉટફિટને બનાવશે અટ્રેક્ટિવ

Ladies purse designs / લગ્ન કે અન્ય ફંક્શનમાં કેરી કરો આ પ્રકારના પર્સ, આઉટફિટને બનાવશે અટ્રેક્ટિવ

દરેક આઉટફિટમાં સ્ટાઇલિશ દેખાવ મેળવવા માટે, સ્ત્રીઓ તેની સાથે બેસ્ટ એક્સેસરીઝ કેરી કરવાનું પસંદ કરે છે. અને આ એક્સેસરીઝમાં પર્સ પણ સામેલ છે. તમને બજારમાં ઘણા રંગ અને ડિઝાઇનમાં પર્સ મળશે. આજે અમે તમને કેટલાક પર્સ વિશે જણાવીશું, જેને ક્રેરી કરવાથી તે તમારા આઉટફિટને અટ્રેક્ટિવ બનાવશે. તમે લગ્ન કે અન્ય કોઈપણ ફંક્શનમાં આ પ્રકારના પર્સ કેરી કરી શકો છો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એમ્બ્રોઈડરી વર્કવાળું ક્લચ

તમારા આઉટફિટ સાથે સ્ટાઇલિશ લુક મેળવવા માટે, તમે આ પ્રકારના એમ્બ્રોઈડરી વર્કવાળા ક્લચને પસંદ કરી શકો છો. આ ક્લચ પર ફ્લોરલ પેટર્ન બનાવવામાં આવી છે. તમે આ પ્રકારના એમ્બ્રોઈડરી વર્કવાળા ક્લચ ઓનલાઈન અને ઓફલાઈન બંને જગ્યાએથી 400 રૂપિયામાં ખરીદી શકો છો. તમે આ ક્લચને લાઈટ કલરની સાડી અથવા સૂટ સાથે સ્ટાઇલ કરી શકો છો.

પોટલી બેગ

જો તમે સાડી કે લહેંગામાં સ્ટાઇલિશ લુક મેળવવા માંગતા હોવ, તો તમે તેની સાથે આ પ્રકારની પોટલી બેગ સ્ટાઇલ કરી શકો છો. આ પોટલી બેગ તમને 300 રૂપિયાની કિંમતે ઘણા રંગો અને ડિઝાઇનમાં મળી શકે છે. તમે તમારા આઉટફિટના રંગ અનુસાર પોટલી બેગ પસંદ કરી શકો છો. તમે કોઈ ખાસ ફંક્શનમાં હાજરી આપતી વખતે આ પ્રકારનું પર્સ કેરી કરી શકો છો.

એમ્બેલિશ્ડ વર્ક પર્સ

કોઈ ઈવેન્ટ કે પાર્ટીમાં જતી વખતે, તમે તમારા આઉટફિટ સાથે આ પ્રકારના એમ્બેલિશ્ડ વર્ક પર્સને પણ સ્ટાઇલ કરી શકો છો. આ પ્રકારનું એમ્બેલિશ્ડ વર્ક પર્સ તમારા આઉટફિટને એક નવો અને સ્ટાઇલિશ લુક આપશે. તમે તેને બજારમાંથી અથવા ઓનલાઈન 400 રૂપિયામાં ખરીદી શકો છો. 

Related News

Icon