Home / Gujarat / Surendranagar : Attempt to grab land of elderly woman in Dhangadhra

ધાંગધ્રામાં કો.ઓ. સોસાયટીએ એક સંપ કરી વૃદ્ધ મહિલાની જમીન પર દબાણ કરવાનો કર્યો પ્રયાસ 

ધાંગધ્રામાં કો.ઓ. સોસાયટીએ એક સંપ કરી વૃદ્ધ મહિલાની જમીન પર દબાણ કરવાનો કર્યો પ્રયાસ 

સુરેન્દ્રનગર ડિસ્ટ્રિકના ધાંગધ્રા શહેરમાં અંબિકા ઓઈલ મિલ વળી જગ્યા આવેલી છે. તે વિસ્તારમાં રહેનાર સીનિયર સિટીઝન મહિલાએ કૈલાસ સોસાયટીના મેમ્બરોએ  એક સંપ કરી દબાણ અને ખોટા લોકેશનના આધારે અને ખોટા દસ્તાવેજના આધારે વેચાણ કર્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. મહિલાએ જણાવ્યું હતું કે, તેમણે તા. ૧૯-૩-૧૯૯૦ના રોજ દસ્તાવેજ દ્વારા જમીન ખરીદી હતી. જેનો કબજો પણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. છતાં હાલમાં કૈલાસ સોસાયટીના કેટલાક સભ્યો અને પ્રમુખ દ્વારા તેમની જમીનમાં દબાણનો પ્રયાસ કરાઈ રહ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે જયારે દસ્તાવેજ કર્યો ત્યારે પાર્ટીએ પ્લાન મૂકી અમારી સીમા ક્યાં સુધી છે તે પણ બતાવ્યું હતું. અમારા હાલના હયાત ગોડાઉનના છાપરાના પાણી અમારા ખંચાળામાં પડે છે. જેમાં પણ અમારો હક્ક હોવાનો સ્પષ્ટ છે. અમારી જગ્યામાં પણ લેન્ડ ગ્રેબીંગ કરેલ છે તેજ પ્રકારે સરકારી જમીનમાં પણ કર્યું હોય તેવું જણાય છે. કારણ કે પહેલા ત્યાં અગાઉ જીનમાં જવાનો રસ્તો હતો. 

મહિલાએ કરેલી ફરિયાદ મુજબ, સોસાયટીના પ્રમુખે તેમની જગ્યાનો બીજાને દસ્તાવેજ કરેલો છે. જે જમીન સોસાયટીની હોવાનો ખોટો ઉલ્લેખ છે. જે ક્રીમિનલ ગુનો છે. તેમને વેચાણ લીધેલ જગ્યા ૪૬૨૧-૪૭ છે અને સીટી સર્વેમાં ૬૧૮૫-૪૭ કરાવેલ છે. ગવર્નમેન્ટ આ લેન્ડ ગ્રેબીંગ વાળા સાથે શું વ્યવહાર કરે તે જોવું રહ્યું. સોસાયટીના બધા મકાનો પ્લાન મુજબ છે કે નહિ તે તપાસવાની જરૂર છે.  

જોકે કૈલાસ સોસાયટીના દસ્તાવેજ મુજબ માત્ર પ્લોટ નં. ૪૬૨૧-૪૭ જ ખરીદાયેલ હોવાનું જણાય છે, બાકીની જમીન 'ફ્રીમાં' આપવામાં આવી હોવાનું લખાયું છે, જે જમીન ભોગવટાની શંકા ઊભી કરે છે. કૈલાસ સોસાયટીનું અસ્તિત્વ વર્ષ ૧૯૮૨થી હોવાનું દર્શાવાયું છે, પણ ૨૦૧૨ સુધી એ સોસાયટીના કોઈ સભ્યના નામે જમીનની એન્ટ્રી કરાવવામાં આવી નહોતી.   

પ્લાન પાસ કરાવતી વખતે પણ કેટલીક જમીનના દસ્તાવેજોને અવગણવામાં આવ્યા હોવાનું મહિલાનું દાવો છે. સિનિયર સિટિઝન મહિલાએ સરકાર અને તંત્ર સમક્ષ ન્યાયની માંગ સાથે યોગ્ય કાર્યવાહી કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે. મહિલાએ ધાંગધ્રા નગરપલિકાના ચીફ ઓફિસરને ફરિયાદ કરી છે અને સાથે લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદ કરી છે.

Related News

Icon