સુરતના ડુમસના દરિયા કિનારા નજીક આવેલું ભીમપોર હાલ ચર્ચાની એરણે ચડ્યું છે. શ્રી ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડની ખાસ સાધારણ સભા રવિવારે ભીમપોર હનુમાન મંદિર પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મળી હતી. આ સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યોએ ઝીંગા તળાવ દૂર કરીને સપાટ જમીન બનાવી ઇઝરાયેલની જેમ ગ્રીન ઝોન માં ખેતી કરવાની તૈયારી દર્શાવી હતી. ખેતી યોગ્ય જમીન સરકાર પાસેથી ખેડૂતોને અપાવવાની ખાતરી દિપક ઇજારદાર દ્વારા સભામાં ઉપસ્થિત સભ્યોને આપવામાં આવી.

