દિગ્ગજ અભિનેતા અને રાજનેતા કમલ હાસન કન્નડ ભાષા પરની પોતાની ટિપ્પણીઓને કારણે વિવાદમાં સપડાઈ ગયા છે. ચેન્નઈમાં પોતાની નવી ફિલ્મ ઠગ લાઈફના ઓડિયો લોન્ચ પ્રસંગે બોલતા હાસને કહ્યું કે, 'કન્નડ ભાષા તમિલમાંથી નીકળી છે.' તેમની આ ટિપ્પણી બાદ કર્ણાટક ભાજપના પ્રમુખ બી.વાય. વિજયેન્દ્રએ અભિનેતા પર પોતાની માતૃભાષાનો મહિમામંડન કરવાના પ્રયાસમાં કન્નડ ભાષાનું 'અપમાન' કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાએ એવી પણ માંગ કરી કે, 'અભિનેતા કન્નડ લોકો પાસે તાત્કાલિક અને બિનશરતી માફી માંગે.'

