
સલમાન ખાનને ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ છેલ્લા ઘણા સમયથી જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. વર્ષ 2018માં જોધપુર કોર્ટમાં હાજરી દરમિયાન પ્રથમ વખત કહ્યું હતું કે તે એક્ટરને જાનથી મારી નાખશે. બિશ્નોઇના આ નિવેદને ખળભળાટ મચાવી દીધો હતો. તે બાદ સતત સલમાન ખાનને ધમકીઓ મળતી રહી છે. ગત વર્ષે સલમાન ખાનના ઘર પર ફાયરિંગ પણ કરાયું હતું. 1998માં કાળિયારના શિકાર મામલે બિશ્નોઇ ગેન્ગ સલમાન ખાનની પાછળ પડ્યું છે.
ભારે સિક્યુરિટી વચ્ચે સલમાને કર્યું હતું 'સિકંદર'નું શૂટિંગ
સલમાન ખાનની સિક્યુરિટીને વધારવામાં આવી છતા પણ લોકોમાં ડરનો માહોલ ત્યારે વધી ગયો જ્યારે સલમાન ખાનના નજીકના ગણાતા મિત્ર અને રાજકારણી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે બાદ સલમાન ખાનની સિક્યુરિટીને વધારવામાં આવી હતી. સિક્યુરિટી વચ્ચે જ સલમાન ખાને 'સિકંદર' ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. એવામાં 'સિકંદર'ની રિલીઝ પહેલા સલમાન ખાને લોરેન્સ બિશ્નોઇ ગેન્ગની ધમકીઓ પર વાત કરી છે.
સલમાન ખાને બિશ્નોઇ ગેન્ગની ધમકી પર શું કહ્યું?
સલમાન ખાનની ફિલ્મ 'સિકંદર'ની ટ્રેલર લોન્ચ ઇવેન્ટ મુંબઇમાં રાખવામાં આવી હતી જેમાં ફિલ્મની પુરી ટીમ અને રશ્મિકા મંદાના પણ પહોંચી હતી. આ દરમિયાન વાતચીતમાં સલમાન ખાને બિશ્નોઇ ગેન્ગ પાસેથી મળતી ધમકીઓ પર વાત કરી છે. આ ઇવેન્ટમાં સલમાન ખાનને સવાલ પૂછવામાં આવ્યો કે શું તેમને લોરેન્સ બિશ્નોઇ ગેન્ગની ધમકીઓથી ડર લાગે છે? આ સવાલના જવાબમાં સલમાન ખાને કહ્યું હતું કે ભગવાન અને અલ્લાહ બધા બરાબર છે, જેટલી ઉંમર લખાયેલી છે એટલી જ લખેલી છે. બસ આ જ છે. સલમાન આગળ સિક્યુરિટીને લઇને વાત કરે છે કે ક્યારેક ક્યારેક આટલા લોકોને સાથે લઇને ચાલવું પડે છે કે મોટી સમસ્યા ઉભી થઇ જાય છે.
સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઇ ગેન્ગની ધમકીઓ બાદ Y પ્લસ કેટેગરીની સુરક્ષા પુરી પાડવામાં આવી છે. સલમાન ખાને કહ્યું કે જ્યારે તે પ્રેસ સાથે હોય છે ત્યારે તેમને વધારે ચિંતા નથી હોતી પરંતુ પ્રેસ વગર થાય છે.સલમાન કહે છે કે અત્યારે ઘરથી શૂટ અને શૂટથી ઘર ચાલે છે. આ સિવાય કંઇ પણ નથી.