ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝનો પહેલો મેચ 20 જૂનથી હેડિંગ્લી, લીડ્સ ખાતે રમાશે. આ મેચ માટે યજમાન ઈંગ્લેન્ડે પહેલાથી જ તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે મેચના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે ટીમ પિચ જોયા પછી પ્લેઈંગ ઈલેવન અંગે નિર્ણય લેશે. ઈંગ્લેન્ડનું હવામાન પણ ટેસ્ટ મેચમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી બધાની નજર પહેલા દિવસે હવામાન કેવું રહેશે તેના પર રહેશે.

