રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટા પાસે પાટણવાવ ગ્રામ્ય વિસ્તારમાં એકવાર ફરી દીપડાએ દેખા દીધી હોવાનું સામે આવ્યું છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દીપડો દેખાતા પાટણવાવના ખેડૂતો ખેતમજૂરોમાં ભયનો માહોલ છવાયો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના ઉપલેટા નજીક પાટણવાવમાં દીપડો નજરે પડયો છે. જેના લીધે રાત્રિ દરમ્યાન ખેતરમાં કામ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ છે. દીપડાના આંટાફેરાના વીડિયો પણ સામે આવ્યા છે. ખેતરમાં દીપડો આંટા મારી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. પાટણવાવ, ઓસમ ડુંગર વિસ્તાર હોઈ જેથી દીપડાઓનો ડુંગરમાં રહેણાક હોવાથી પાણી અને શિકારની શોધમાં દીપડો ખેતરમાં આવી ચઢયો હોવાનું અનુમાન છે. દીપડાને લીધે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. જેથી વન વિભાગે દીપડાને લઈ કોઈ કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.