
દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસ નામનો રોગ માથુ ઊંચકતો હોય છે. ત્યારે આ વર્ષે સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસીસનો પ્રથમ દર્દી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જેથી સિવિલ હોસ્પિટલ દ્વારા યુવકની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.
33 વર્ષીય યુવક ઝપેટમાં
દક્ષિણ ગુજરાતમાં અતંરિયાળ ગામડામાં લેપ્ટોસ્પાયરોસીસન કેસ સામે આવતા હોય છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં લેપ્ટોનો પ્રથમ કેસ નોંધાયો છે. જેમાં બારડોલી વાકાનેર ગામમાં રહેતો 33 વર્ષીય યુવાન લેપ્ટોસ્પાયરોસીસની બીમારીમાં સંપડાયો હતો. જેથી તેને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
ગત વર્ષે 5 મોત થયા હતા
સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસીસની બીમારીનો પ્રથમ કેસ દેખાતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. જયારે દક્ષિણ ગુજરાત સહિતમાં વર્ષ 2023માં લેપ્ટોસ્પાયરોસીસના કુલ 5 કેસ અને 2024માં લેપ્ટોસ્પાયરોસીસના કુલ 22 દર્દી પૈકી 5 દર્દીના મોત નીપજ્યા હતા. જેમાં સુરત શહેરમાં 2 દર્દી મોતને ભેટયા હતા.