
બાળકો હોય કે વડીલો, હોળીનો ઉત્સાહ દરેકને પ્રભાવિત કરે છે. હોળીના દિવસે લોકો પોતાના મિત્રો અને પરિવાર સાથે ખૂબ મજા કરે છે. હોળીનો દિવસ મિત્રો અને નજીકના લોકો સાથે પાર્ટી, ડાન્સ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવા માટે છે. હોળી પર ગુજિયા, ઠંડાઈ, ચિપ્સ, પાપડ અને ઘણી પરંપરાગત વાનગીઓ તૈયાર કરવામાં આવે છે. સવાર પડતાની સાથે જ મિત્રો અને સગાસંબંધીઓ રંગ લગાવવા માટે આવવા લાગે છે. આવી સ્થિતિમાં, ત્વચા અને વાળને રંગથી થતા નુકસાનથી બચાવવા મહત્ત્વપૂર્ણ છે.
હોળી પર બજારમાં કેમિકલવાળા રંગો અને ગુલાલ પુષ્કળ પ્રમાણમાં વેચાય છે. આ હાનિકારક રંગો ત્વચા અને વાળને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, હોળી રમતા પહેલા તમારી ત્વચા અને વાળ પર તેલ જરૂર લગાવો.
ત્વચા પર આ તેલ લગાવો
હોળીની મજા માણવા બહાર જતા પહેલા, તમારા ચહેરા પર તેલ લગાવો. તમે તમારા ચહેરા પર નારિયેળ અને બદામનું તેલ લગાવી શકો છો. આ ત્વચાને સુરક્ષા પૂરી પાડશે. તેલ લગાવવાથી રંગ ચહેરા પર સીધા અસર નહીં કરી શકે. હોળી પર કૃત્રિમ રંગોથી દૂર રહેવાનો પ્રયાસ કરો. ચહેરા પર તેલ લગાવવાથી ત્વચાને માત્ર એક રક્ષણાત્મક સ્તર જ નહીં મળે પરતું હોળી રમ્યા પછી રંગો ધોવાનું પણ સરળ બનશે.
વાળમાં આ તેલ લગાવો
હોળી રમતા પહેલા વાળમાં સારી રીતે તેલ લગાવો. આના કારણે રંગ વાળમાં નહીં લાગે. તમે સરસવ, નારિયેળ અથવા આમળાનું તેલ લગાવી શકો છો. તેલ લગાવો અને વાળને યોગ્ય રીતે બાંધો. આનાથી વાળમાં રંગ જવાનું પ્રમાણ ઘટશે અને કેમિકલવાળા રંગોની અસર પણ ઓછી થશે.
સનસ્ક્રીન લગાવો
હોળીના દિવસે તમારે સનસ્ક્રીન લગાવવું જ જોઈએ. કલાકો સુધી તડકામાં હોળી રમવાથી ત્વચાને નુકસાન થઈ શકે છે. તેથી, હોળી રમવા જતા પહેલા, હાઈ SPF વાળું વોટરપ્રૂફ સનસ્ક્રીન લગાવવું મહત્ત્વપૂર્ણ છે. સનસ્ક્રીન ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવશે. તમારે તમારા હાથ અને શરીરના ખુલ્લા ભાગો પર યોગ્ય રીતે સનસ્ક્રીન લગાવવું જોઈએ. જો તમે લાંબા સમય સુધી બહાર રહો છો, તો દર 2 કલાકે તમારા ચહેરા પર સનસ્ક્રીન લગાવો.
નખની આ રીતે કાળજી રાખો
તમારી ત્વચા અને વાળની સંભાળ રાખવાની સાથેતમારા નખને ભૂલશો નહીં. હોળી દરમિયાન વપરાતા કૃત્રિમ રંગો અને પાણીમાં રહેલા બેક્ટેરિયા નખને નુકસાન પહોંચાડી શકે છે. આનાથી નખમાં ઈન્ફેકશન લાગી શકે છે. તેથી, હોળી રમતા પહેલા, નખ અને ક્યુટિકલ્સ પર તેલ લગાવો. તમારા નખને રંગથી બચાવવા માટે, નેઈલ પોલીશ પણ લગાવી શકો છો. આના કારણે, હાનિકારક રંગો નખ પર કોઈ અસર નહીં કરે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.