Home / Lifestyle / Beauty : Apply these two hair packs to get long hair

Hair Pack / તમને પણ લાંબા વાળ જોઈએ છે તો લગાવો આ 2 હેર પેક, જાણો ઘરે બનાવવાની રીત

Hair Pack / તમને પણ લાંબા વાળ જોઈએ છે તો લગાવો આ 2 હેર પેક, જાણો ઘરે બનાવવાની રીત

ઘણા લોકો વાળના ગ્રોથ માટે ઘણી ટ્રીટમેન્ટ કર્વે છે અને ઘણા ઘરેલું ઉપાય પણ ટ્રાય કરે છે. પરંતુ તેનાથી પણ ઘણી વખત કોઈ ફાયદો નથી થતો. આનું કારણ એ છે કે આપણે હેર કેર રૂટીનના યોગ્ય રીતે ફોલો કરી શકતા નથી. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે તમે અઠવાડિયામાં એક કે બે વખત તમારા વાળમાં યોગ્ય હેર પેક લગાવો. તેનાથી તમારા વાળ કુદરતી રીતે લાંબા થશે. આવો અમે તમને જણાવીએ કે તમે તમારા વાળ પર કેવા પ્રકારના હેર પેક લગાવી શકો છો.

લીમડાના પાન અને હિબિસ્કસ ફૂલનો હેર પેક

લીમડાના પાન અને હિબિસ્કસના ફૂલો સરળતાથી મળી જાય છે. આને લગાવવાથી પણ વાળ લાંબા થાય છે. કારણ કે આ જૂનો અને શ્રેષ્ઠ ઘરેલું ઉપાય છે. પહેલા લોકો આમાંથી તેલ બનાવીને વાળમાં લગાવતા હતા. તમે આનો હેર પેક બનાવીને તમારા વાળમાં લગાવી શકો છો.

આ રીતે બનાવો હેર પેક

  • હેર પેક બનાવવા માટે પહેલા લીમડાના પણ લો અને તેને ધોઈને મિક્સર જારમાં નાખો..
  • હવે તેમાં હિબિસ્કસના ફૂલના પાંદડા ઉમેરો.
  • હવે થોડું દહીં અને એલોવેરા જેલ મિક્સ કરો.
  • થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો.
  • હવે તેને તમારા વાળમાં લગાવો.
  • તેને વાળમાં 30 મિનિટ સુધી રહેવા દો.
  • પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો.

મેથી અને નાળિયેર તેલનો હેર પેક

મેથીના દાણા પણ વાળ માટે સારા છે. જો તમે આ હેર પેક તમારા વાળમાં લગાવશો તો વાળનો ગ્રોથ સારો થશે. તેમજ વાળ જલ્દી સફેદ નહીં થાય. માંથીના દાણા સાથે નારિયેળ તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

આ રીતે બનાવો હેર પેક

  • હેર પેક બનાવવા માટે 2 ચમચી મેથીના દાણા લો અને તેને આખી રાત પલાળી રાખો.
  • હવે બીજા દિવસે સવારે પાણી નીતારી લો અને તેને મિક્સરમાં નાખીને પીસી લો.
  • તેને એક બાઉલમાં કાઢી લો અને તેમાં 2 ચમચી નારિયેળ તેલ મિક્સ કરો.
  • આ મિશ્રણને વાળના મૂળ અને સ્કેલ્પ પર લગાવો.
  • તેને 1 કલાક માટે રહેવા દો અને પછી હળવા શેમ્પૂથી ધોઈ લો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.