
દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે કે સુંદર અને યુવાન દેખાય. સ્કિનને હેલ્ધી અને ચમકદાર રાખવા માટે તમારો ખોરાક મહત્ત્વનો રોલ ભજવે છે. તમે જે પણ ખાઓ છો તેની અસર તમારી સ્કિન પર જોવા મળે છે. જો તમે હેલ્ધી લાઈફસ્ટાઈલ અને ડાયટને ફોલો કરો છો તો, તમારી સ્કિન હેલ્ધી અને ચમકદાર જોવા મળશે. પરંતુ જો તમે હેલ્ધી ખોરાક નથી લેતા તો, તમારી સ્કિન પર દાગ- ધબ્બા તેમજ સ્કિનમાં ચમક જોવા નહીં મળે. આજે અમે તમને એવી કેટલીક આદતો વિશે બતાવવા જઈ રહ્યા છીએ, જેને ફોલો કરવાથી તમારી સ્કિન ચમકદાર બનશે.
સવારે ઉઠીને તરત પાણી પીવો
સ્કિનને હેલ્ધી બનાવવા માટે પૂરતાં પ્રમાણમાં પાણી પીવુ ખૂબ જ જરુરી છે. તે બળતરા અને કરચલીઓને ઓછી કરે છે અને તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે. એક ગ્લાસ પાણીથી તમારા દિવસની શરૂઆત ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને તમારી સ્કિનને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે.
રેગ્યુલર કસરત કરો
રોજ સવારે કસરત કરવી એ માત્ર તમારી શારિરીક હેલ્થ માટે જ નહીં પરંતુ તમારી સ્કિન માટે ફાયદાકારક હોય છે. આ સ્કિનને બ્લડ સર્કુલેશનને બરોબર રીતે કરે છે. તેમજ તણાવને ઓછો કરે છે, સ્કિનને વૃદ્ધત્વથી પણ બચાવે છે.
યોગ્ય ખોરાક
તમારા દિવસની શરુઆત એક હેલ્ધી, પૌષ્ટિક નાસ્તાની કરો. તેમાં તમારા દિવસની શરુઆત હેલ્ધી થશે અને સ્કિનને પણ યોગ્ય પોષણ મળશે. સવારે નાસ્તામાં ચરબી, પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરો.
સવારથી જ સ્કિનની સંભાળ લો
સવારે ઉઠતાની સાથે જ તમારી સ્કિનની સંભાળ લો. ચહેરાને પાણીથી બરોબર સારી રીતે સાફ કરો. તેમજ મોઇશ્ચરાઇઝ કરો અને ટોનિંગ જરુર કરો. આ ઉપરાંત, ખાસ કરીને ચહેરા અને હાથ પર સનસ્ક્રીન લોશન લગાવવાનું ભૂલશો નહીં.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.