ચોખા ધોયા પછી આપણે ઘણીવાર તેનું પાણી ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ચોખાનું પાણી ત્વચા અને વાળ માટે કેટલું ફાયદાકારક છે. ચહેરા અને વાળ માટે સદીઓથી ચોખાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. કોરિયન મહિલાઓ પોતાની સુંદરતા જાળવી રાખવા માટે ચોખાના પાણીનો ભરપૂર ઉપયોગ કરે છે. અહીં જાણો ચોખાના પાણીનો ઉપયોગ ત્વચા અને વાળ માટે અન્ય વસ્તુઓ સાથે કેવી રીતે કરી શકો છો?

