Home / Lifestyle / Beauty : Try this on your face

Sahiyar : અજમાવી જૂઓ 

Sahiyar : અજમાવી જૂઓ 

ચહેરા પર સંતરાનો રસ લગાડવાથી ત્વચા મુલાયમ થાય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- કાચા ગાજરને ખમણી તેને ચહેરા પર લગાડવી એક કલાક બાદ ચહેરો ધોવો. ત્વચા ચમકી ઊઠશે.

-  એક મોટો ચમચા જૈતૂનના તેલમાં બે મોટા ચમચા તાજી મલાઇ ભેળવી ચહેરા પર લગાડવું. દસ મિનિટ બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઇ નાખવો. ત્વચા સ્વચ્છ.મુલાયમ ચમકીલી થશે.

- મેકઅપ સાફ કર્યા બાદ ચહેરાને સાબુ તેમજ હુંફાળા પાણીથી ધોવો નહીં. તેની બદલે હળદર અને દહીંને બરાબર ફીણી ઘટ્ટ પેસ્ટ બનાવી ચહેરા પર ૧૦-૧૫ મિનિટ લગાડવી અને ઠંડા પાણીથી ચહેરો ધોવો.

- એક નાની ચમચી ચંદન પાવડરમાં હળદર ભેળવી દૂધ ઉમેરી ઘટ્ટ પેસ્ટ બનાવવી. ચહેરા પર દસ મિનિટ લગાડી રાખી ચહેરો ધોઇ નાખવો. ત્વચા મુલાયમ થશે.

- ખીલ ને દૂર કરવા કારેલાનો રસ ફાયદાકારક સાબિત થયો છે. કારેલાનો રસ અથવા તેની છાલ  બે માંથી ગમે તે લગાડવાથી ફાયદો થાય છે.

- બદામનું તેલ અથવા જોજોબાનું તેલ ચહેરાની સ્વચ્છતા માટે ઉત્તમ છે. ચહેરા પર તેનું માલિશ કરવાથી ત્વચા મજબૂત થાય છે તેમજ ચમકીલી થાય છે.

- જૈતૂનનું તેલ ત્વચા માટે ફાયદાકારક છે. તેના ઉપયોગથી ત્વચા મુલાયમ થાય છે. પરંતુ વધારે પડતું લગાડવાથી ત્વચા તૈલીય થઇ જાય છે. તેલ લગાડયા બાદ તડકામાં જવું નહીં. જૈતૂનના તેલનો ઉપયોગ રાતના કરવો.

- દહીંમાં થોડું મીઠું ભેળવી ચહેરા તેમજ શરીરે મસાજ કરવું. પાંચ મિનિટ બાદ સ્નાન કરવું. ઉત્તમ સ્કિન પોલીશ સાબિત થશે. 

- મિનાક્ષી તિવારી

Related News

Icon