
ચહેરાની સુંદરતા વધારવા માટે, આજકાલ બજારમાં ઘણા એવા પ્રોડક્ટ્સ મળે છે કે ડ્રેસિંગ ટેબલ તેનાથી ભરાઈ જાય છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર જે પ્રોડક્ટ જોવે છે તે ખરીદી લે છે. તેમ છતાં ત્વચા અંદરથી સાફ નથી થતી. આવી સ્થિતિમાં, ઘરેલું ઉપાય અજમાવી શકાય છે. આનાથી તમારી ત્વચા ચમકદાર અને ગુલાબી દેખાશે.
ઓટ્સ અને કાચા દૂધનો ફેસ પેક
તમે ક્યારેક ચહેરાને ચમકદાર બનાવવા માટે કાચા દૂધનો ઉપયોગ કર્યો હશે આ વખતે તેને ઓટ્સ સાથે ચહેરા પર લગાવો. આનાથી તમારી ત્વચા અલગ દેખાશે.
આ રીતે ફેસ પેકનો ઉપયોગ કરો
- ફેસ પેક બનાવવા માટે, ઓટ્સને મિક્સરમાં પીસી લો.
- હવે તેમાં કાચું દૂધ મિક્સ કરો અને પેસ્ટ બનાવો.
- આ પછી, તેમાં થોડું મધ મિક્સ કરો.
- હવે બ્રશની મદદથી તેને ચહેરા પર લગાવો.
- તેને 10 મિનિટ સુધી સુકાવા દો.
- પછી તેને હળવા હાથે ઘસીને સાફ કરો.
- આ પછી પાણીથી સાફ કરો, કોઈપણ પ્રકારનો ફેસવોશ ન લગાવો.
- આ પછી, ટુવાલથી ચહેરો સાફ કરો.
- આનાથી તમારી ડેડ સ્કિનની સમસ્યા પણ ઓછી થશે.
ચણાનો લોટ અને ગુલાબજળનો ફેસ પેક
જો ચહેરા પર ટેનિંગ થવાને કારણે ચહેરો ડલ દેખાઈ રહ્યો હોય, તો આવી સ્થિતિમાં તમે ચણાનો લોટ અને ગુલાબજળનો ફેસ પેક વાપરી શકો છો. તેનાથી ચહેરો ફ્રેશ દેખાય છે.
આ રીતે ફેસ પેકનો ઉપયોગ કરો
- આ માટે, સૌ પ્રથમ એક બાઉલમાં 2 ચમચી ચણાનો લોટ લો.
- હવે તેમાં ગુલાબજળ મિક્સ કરો.
- આ પછી તેમાં થોડું એલોવેરા જેલ મિક્સ કરીને ચહેરા પર લગાવો.
- તેને ચહેરા પર 10થી 15 મિનિટ માટે રહેવા દો.
- પછી તેને હળવા હાથે ઘસો અને પાણીથી ચહેરો સાફ કરો.
- આ પછી ચહેરા પર ક્રીમ લગાવો.
- અઠવાડિયામાં 1-2 વાર લગાવવાથી ચહેરો કુદરતી રીતે ચમકવા લાગશે.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.