Home / Lifestyle / Beauty : Using rose water on the face at this time gives amazing benefits

Beauty Tips / આ સમયે ચહેરા પર ગુલાબજળ લગાવવાથી થશે અદ્ભુત ફાયદા, ત્વચાને કરશે હાઈડ્રેટ અને મોઇશ્ચરાઇઝ

Beauty Tips / આ સમયે ચહેરા પર ગુલાબજળ લગાવવાથી થશે અદ્ભુત ફાયદા, ત્વચાને કરશે હાઈડ્રેટ અને મોઇશ્ચરાઇઝ

ગુલાબજળ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટી-ઓકિસડન્ટ, એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-એજિંગ ગુણધર્મો છે, જે ત્વચાની ઘણી સામાન્ય સમસ્યાઓમાં અત્યંત ફાયદાકારક છે. તે ખીલ, ડાઘ, કરચલીઓ અને ટેનિંગથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તે ત્વચાને હાઈડ્રેટ અને મોઇશ્ચરાઇઝ કરે છે, સાથે સાથે ત્વચાના કુદરતી pH લેવલને પણ સંતુલિત કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે રાત્રે ચહેરા પર ગુલાબજળ લગાવો છો, તો તેના ફાયદાઓની વધી જાય છે. તો ચાલો જાણીએ કે રાત્રે ચહેરા પર ગુલાબજળ લગાવવાથી શું થાય છે?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રાત્રે ચહેરા પર ગુલાબજળ લગાવવાથી મળે છે આ ફાયદા

બળતરા શાંત કરે છે

ગુલાબજળ ત્વચાને શાંત કરવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે, ખાસ કરીને સનબર્ન અને ખીલને કારણે થતી બળતરા. રાત્રે સૂતા પહેલા ગુલાબજળ લગાવવાથી ખીલ અને બળતરામાં રાહત મળે છે. તેના બળતરા વિરોધી ગુણધર્મો રાતના ત્વચાને શાંત કરે છે, જેનાથી સવારે ચહેરો વધુ ચમકતો અને તાજો દેખાય છે.

ત્વચા પર ચમક આવે છે

રાત્રે ગુલાબજળનો ઉપયોગ કરવાથી ત્વચા કુદરતી રીતે ચમકી શકે છે. તો, તમારી ત્વચા પર કેમિકલવાળા સીરમ લગાવવાને બદલે, ગુલાબજળ લગાવો અને ફરક જુઓ. એન્ટી-ઓકિસડન્ટોથી ભરપૂર ગુલાબજળ પ્રદૂષણ અને સ્ક્રીન ટાઈમ જેવા તણાવને પણ દૂર રાખે છે.

ત્વચા નરમ બને છે

ગુલાબજળ એક કુદરતી મોઇશ્ચરાઇઝર છે. તે ત્વચાને ડ્રાય થવાથી અટકાવે છે અને પોર્સને પણ બંધ થતા અટકાવે છે. ગુલાબજળ ત્વચાના pH લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે.

કરચલીઓ નહીં

30 અને 40ની ઉંમરના લોકો પણ રાત્રે ગુલાબજળ લગાવી શકે છે, તે એજિંગ પ્રક્રિયાને ધીમી કરી શકે છે. ત્વચાની મજબૂતાઈ જાળવી રાખી છે, તેનાથી ત્વચા હળવી અને તાજી પણ લાગે છે.

ત્વચાને ફ્રી રેડિકલથી સુરક્ષિત કરે છે

ગુલાબજળમાં એન્ટી-ઓકિસડન્ટ હોય છે જે ત્વચાને ફ્રી રેડિકલથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે અને ત્વચાને યુવાન અને ચમકદાર રાખે છે.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.

Related News

Icon