
ફેશનની દુનિયા ખૂબ મોટી છે. સાડી એક એવો પોશાક છે જેનો ટ્રેન્ડ ક્યારેય જૂનો નથી થતો. તે દરેક પ્રસંગમાં રોયલ લુક આપે છે. સિલ્ક, બનારસી, ચિકનકારી, કાંજીવરમ અને હેન્ડલૂમ સાડીઓ ખૂબ પસંદ કરવામાં આવે છે. આ સાડીઓ ખૂબ મોંઘી પણ હોય છે. તે રોજ નથી પહેરી શકાતી. જો વધુ વર્કવાળી સાડીઓ યોગ્ય રીતે રાખવામાં ન આવે તો તે ખરાબ થવાનો ડર રહે છે.
આવી સાડીને યોગ્ય રીતે રાખવી મહત્ત્વપૂર્ણ છે. તમે જોયું હશે અથવા તમારી સાથે પણ બન્યું હશે કે સાડીઓ વોર્ડરોબમાં પડ્યા પડ્યા જૂની દેખાવા લાગે છે. તેની ચમક ઓછી થઈ જાય છે. જ્યારે આવું થાય છે, ત્યારે તેને ફરીથી પહેરવાનું મન પણ નથી થતું. આવી સ્થિતિમાં, જો તમે તેની યોગ્ય રીતે કાળજી લેશો, તો તેનો રંગ લાંબા સમય સુધી નવો રહેશે અને ફેબ્રિકને પણ નુકસાન નહીં થાય. આજે અમે તમને હેન્ડલૂમ સાડીઓની સંભાળ રાખવાની રીતો જણાવવા જઈ રહ્યા છીએ. આ તમારી સાડીઓને લાંબા સમય સુધી નવી રાખશે.
હેન્ડલૂમ સાડીઓની સંભાળ કેવી રીતે રાખવી?
જો તમે હેન્ડલૂમ સાડીઓ ધોવાનું વિચારી રહ્યા છો, તો તેને મીઠાના પાણીમાં નાખીને થોડીવાર માટે છોડવી વધુ સારું રહેશે. આ પછી, તેને હળવા હાથે ધોઈ લો. આમ કરવાથી ગંદકી પણ દૂર થશે અને તમારી સાડીનો રંગ પણ પહેલા જેવો રહેશે.
તમને જણાવી દઈએ કે હેન્ડલૂમ સાડીઓ ખૂબ જ નાજુક હોય છે. તેથી, તેને ક્યારેય વોશિંગ મશીનમાં ધોવાની ભૂલ ન કરવી જોઈએ. તમારે તેને હાથથી જ ધોવી જોઈએ. અ માટે પાણીમાં વોશિંગ પાવડર મિક્સ કરો અને સાડીને 10 મિનિટ માટે પલાળી રાખો. આ પછી, તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. આનાથી તેની ક્વોલિટી પર કોઈ અસર નહીં થાય.
જ્યારે પણ તમે હેન્ડલૂમ સાડીઓ ધોવો છો, ત્યારે તેને તડકામાં સૂકવવાને બદલે, તેનેછાયામાં સૂકવો. આવી સાડીઓનો રંગ સૂર્યપ્રકાશને કારણે ઝાંખો પડી જાય છે. તેથી તેને છાયામાં સૂકવવાથી તેની ચમક પહેલા જેવી જ રહે છે.
હેન્ડલૂમ સાડીઓને ઈસ્ત્રી કરતા પહેલા તેને થોડા ભીના કપડામાં લપેટી લેવી વધુ સારું છે. આ પછી જ સાડીને ઈસ્ત્રી કરો. આમ કરવાથી સાડીનો રંગ ખરાબ નહીં થાય.
આ સાડીઓ પહેર્યા પછી તેને અખબારમાં ફોલ્ડ કરીને રાખો. આમ કરવાથી સાડી પર કોઈ કરચલીઓ નહીં રહે અને તે નવી દેખાશે. તેને અન્ય કપડાથી અલગ રાખવાનો પ્રયાસ કરો.
જ્યારે પણ તમે હેન્ડલૂમ સાડીઓ કબાટમાં રાખો છો, ત્યારે તેમાં નેપ્થેલિન બોલ્સ નાખો. આનાથી તેના પર કીડા નહીં પડે અને સાડીઓ પહેલા જેવી નવી રહેશે.