લગ્ન હોય, પાર્ટી હોય કે તીજ તહેવાર હોય, મહિલાઓ દરેક પ્રસંગે સુંદર પોશાક પહેરવાનું પસંદ કરે છે. મહિલાઓ કપડાંથી લઈને મેક-અપ સુધી તમામ બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપે છે. કોઈપણ ઈવેન્ટમાં પરફેક્ટ લુક મેળવવા માટે મહિલાઓ અગાઉથી તૈયારી કરી લે છે, જેમ કે કયો આઉટફિટ પહેરવો, તેની સાથે કઈ એક્સેસરીઝ મેચ કરવી, હેર સ્ટાઈલ, ફૂટવેર અને હેન્ડબેગ કઈ હોવી જોઈએ વગેરે. જો કે, મહિલાઓના મેકઅપનો સૌથી અસરકારક ભાગ તેમના કપડાંની પસંદગી છે. દિવાળી બહુ નજીક છે. આવી સ્થિતિમાં, જે મહિલાઓએ હજુ સુધી દિવાળી પૂજા માટે તેમના કપડા તૈયાર કર્યા નથી, તેઓ આ વર્ષે કેટલાક અલગ અને ખાસ પોશાક તૈયાર કરીને સૌથી સુંદર દેખાવાનો પ્રયાસ કરી શકે છે.

