Home / Lifestyle / Fashion : Hairstyle suitable for summer

Sahiyar : ગ્રીષ્મને અનુરૂપ કેશ ગુંફન 

Sahiyar : ગ્રીષ્મને અનુરૂપ કેશ ગુંફન 

- સૌંદર્ય અને સુવિધાના સરવાળા સમાન

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ગરમીના  દિવસોમાં  હેર સ્ટાઈલ કરવાની હોય ત્યારે સહેજે મૂંઝવણ થાય કે કેવી સ્ટાઈલથી વાળ ઓળવા?  તેનું  કારણ એ છે કે પ્રસંગોપાત,ખાસ કરીને સાંજની પાર્ટી,રિસેપ્શન કે અન્ય ઈવેન્ટમાં સામાનય્ રીતે વાળ ખુલ્લા રાખવાનું ચલણ જોવા મળે છે. પરંતુ ગ્રીષ્મ ઋતુમાં  છૂટા વાળ રાખવાનું અકળામણભર્યું બની રહે.  આવી સ્થિતિમાં વાળને ઉપર લઈને સરસ રીતે કરવામાં આવેલું કેશ ગુંફન જ ખરો વિકલ્પ ગણાય. આવી  વિવિધ પ્રકારની હેર સ્ટાઈલ વિશે જાણકારી આપતાં હેર સ્ટાઈલિસ્ટો કહે છે....

હાઈ ફેશન  : 

-  બધા વાળની ઊંચી પોની વાળી લો. 

-  પોનીટેલના  વાળના ચાર ભાગ પાડો, પ્રત્યેક ભાગનું બેક કોમ્બિંગ કરતાં કરતાં મોટા રોલ બનાવી હાઈટ આપીને પીનઅપ કરતાં જાઓ. રોલ સેટ કરવા માટે હેર સ્પ્રેનો  ઉપયોગ કરો.

-  એક રોલ ટોપ પર, બીજું તેને ઓવર લેપ કરતાં પહેલાં રોલ પર, એક રોલ પાછળ અને એક સાઈડ પર પીનઅપ  કરો. રોલના વધેલા છેડાના વાળની રિંગ બનાવીને ટોપ પર અને આગળની તરફ પીનઅપ કરી લો.

 પ્લેટેડ બન : 

- કાનથી કાન  સુધી પાથી પાડીને વાળને  બે ભાગમાં  વહેંચી દો.

-  એક બાજુથી કાન પાસેથી ઊંધો સાગર ચોટલો વાળવાનું શરૂ કરો. પાછળથી લઈને એ જ કાન સુધી વાળો.

-  હવે  ચોટલાને ગોળાકારમાં વાળીને મોટો સાઈડ બન બનાવી લો.

-  ચોટલાની નીચે વધેલા વાળની રિંગ બનાવીને વચ્ચોવચ પીનઅપ કરી લો. હવે તેને ફુલથી શણગારો.

  હાઈ પ્રોફાઈલ : 

- કાનથી કાન સુધી પાથી પાડીને વાળને બે ભાગમાં વહેંચી દો.

-  પાછળના કેશની પોનીટેલ બનાવી મોટો બન બનાવો.

-  આગળના ભાગના વાળની એક લટ છોડીને બાકીના કેશને સારી રીતે ઓળીને બન પર પીનઅપ કરતાં જાઓ.  આમ કરવાથી બનને ફિનિશ્ડ લુક મળશે.

-  હવે છોડેલી લટને બીજી તરફ લઈ જઈને કાન પાછળ પીનઅપ કરી દો.

-  હેર એક્સેસરીથી શણગારો.

  બ્રાઈડલ  સ્ટાઈલ :

- એક બાજુ પાથી પાડીને વાળને બે ભાગમાં વહેંચી દો.

-  પાછળના કેશમાંથી પોનીટેલ બનાવીને પોનીના વાળને નાના નાના ભાગમાં વહેંચીને બેક કોમ્બિંગ કરો.

-  પાછળ મોટો અંબોડો વાળી લો. જો તમારા કેશ લાંબા ન હોય તો આર્ટિફિશિયલ બન લગાવી શકાય.

-  હવે એક બાજુના કેશને બન પર ઓવરલેપ કરતાં કરતાં સાઈડમાં પીનઅપ કરી લો. બીજી બાજુના વાળનો ચેટલો વાળીને બનની ફરતે વીંટાળી દો.

  વન સાઈડ બન  :

- કપાળ પાસેના વચ્ચેના વાળ લઈને તેને પફ આપી પીનઅપ કરી લો.

-  હવે બાકીના બધા  વાળ એક કાન પાસે લાવીને પોનીટેલ બનાવો.

-  પોનીના વાળને નાના નાના ભાગોમાં વહેંચીને ફિંગર રોલ્સ બનાવો. અને કાન પાસે પીનઅપ કરતાં જાઓ.

  હેર એક્સેસરીથી શણગારો

  ખાસ પ્રસંગો માટે :

-  બધા વાળ ભેગાં કરી પોનીટેલ વાળો.

-  પોનીના વાળને બે ભાગમાં વહેંચી નાખો.

-  ઉપરના ભાગના કેશને ત્રણ ભાગમાં વહેંચો. હવે  પ્રત્યેક ભાગમાંથી રોલ બનાવીને ઉપર, ડાબે અને જમણે પીનઅપ કરો.

-  નીચેના ભાગના વાળમાંથી ખજૂર ચોટલો વાળો. આ ચોટલાને ગોળાકારમાં લઈને બન બનાવો.

-  હેર એક્સેસરીથી ડેકોરેટ કરો.

   ટ્રેડિશનલ રોલ્સ

-   કાનથી કાન સુધી પાથી પાડીને વાળને બે ભાગમાં વહેંચી દો.

-   આગળના ભાગના કેશમાંથી પફ બનાવીને પીનઅપ કરી લો.

- બાકીના કેશમાંથી ટાઈટ પોનીટેલ વાળો.

-  પોનીના વાળને છ ભાગમાં વહેંચો.

-  પ્રત્યેક ભાગમાંથી રોલ બનાવીને ગોળાકાર વાળી પીનઅપ કરતાં જાઓ.

   લાંબા કેશનો સાગર બન :

-  કાનથી કાન સુધી પાથી પાડીને કેશને બે ભાગમાં વહેંચી દો.

-  આગળના ભાગના વાળમાંથી  એક બાજુ સાગર ચોટલે વાળો. સાગર ચોટલો એક બાજુથી વાળવાનું શરૂ કરીને પાછળથી વાળતાં વાળતાં બીજી બાજુ સુધી લઈ જાઓ.

-  પાછળના કેશમાંથી ઊંચો બન બનાવો.

-  ચોટલાને બન ફરતે સુંદર રીતે વીંટાળો.

-  ડાયમંડથી શણગારો 

Related News

Icon