
બજારમાં આજકાર અને દીની કંપનીઓના એરકંડિશનર ઉપલબ્ધ છે. પરંતુ એરકંડિશનરની ભરમારના કારણે પર માટે યોગ્ય એર પ્રેશનરની પસંદગી કરવી એ એક રોકેલ કામ છે. તમે તમારી જરૂરિયાત અનુસાર યોગ્ય એરકંડિશનરની પતંગ કેવી રીતે કરશે. તે બાટે આવી કેટલીક ટિપ્સ તમને જણાવી રહ્યા છીએ. યોગ્ય એરકંડિશનરની પસંદગી કરો ત્યારે સૌ પ્રથમ એ શતનો વિચાર કરવો જોઈએ કે ઉપયોગ માટે કયા પ્રકારની સિસ્ટમ વધારે સારી રહેશે. આજકાલ તો બજારમાં અનેક પ્રકારની એપ્રિન્ટિંગ સિસ્ટમ ઉપર છે :
વિન્ડો એરકંડિશનર
રૂમ માટે આ એક્રેડિશનરનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કોમ્પ્રેસર, કન્ડેન્સર, કોઈલ, ઇવપરેટર અને લિંગ કોઈશ વગેરે પાટ્સ એક જ બોક્સમાં રહે છે અને આ યુનિટને રૂમની દીવાલમાં બનાવવામાં આવેલા ખાંચામાં અથવા તો સામાન્ય રીતે બારી પર લગાવવામાં આવે છે. વિન્ડો એસીને લગાવવું અથવા તો તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું ખૂબ જ સરળ રહે છે.
હાઈરોલ સ્પ્લિટ યુનિટથી અલગ તેને સ્થાયી રીને લગાવવામાં આવે છે. તેની પ્રારકિ કિંમત જો કે વધારે હોય છે, કારણ કે તેને ફિટ કરવાની પ્રક્રિયા ડી જટિલ હોય છે અને તે માટે વ્યવસાયિક જાણકારની જરૂર પડે છે. જો તમારા રૂમમાં બારીઓ ન હોય, તો એક ઉત્તમ વિકલ્પ બની શકે છે.
સીલિંગ કેસેટ એરકંડિશનર
છત પર લગાવવામાં આવતું આ એરકંડિશનર એવા રૂમ માટે યોગ્ય રહે છે, જે રૂમની દીવાલ પર લગાવવા માટે જગ્યા અથવા બારીઓ ન હોય. તે અવાજ નથી કરતું, તેથી એમ. ફેઈમ અને વ્યવસાયિક ઉપયોગ માટે વધારે સારું રહે છે.
ફ્લોર સ્ટેડિંગ એરકંડિશનર
આ એરકંડિશનર મોટા અને ભવ્ય ઘરો માટે અનુકૂળ રહે છે. તેને ગમે તે સ્થળે ઊભું કરી શકાય છે અને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવું પણ સરળ રહે છે. પરંતુ તેને બારી પાસે રાખવું વધારે યોગ્ય રહે છે, કારણ કે વિન્ડો એરકંડિશનરની જેમ જ તેના એક્ઝોસ્ટ વેટને બારી પાસે રાખવું જરૂરી છે.
વર્તમાન સાથમાં ઇન્વર્ટર ટેકનોલોજીવાળા એરકંડિશનર પણ બજારમાં ઉપલબ્ધ છે, જે સામાન્ય ઉષ્ણતામાન જાળવી રાખે છે. ઈન્વર્ટર એસીનો નિભાવખર્ચ અને જરૂરિયાત અનુસાર ઉત્તમ એરકંડિશનિંગને ઘ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. પરંપરાગત એરકંડિશનરની સરખામણીમાં ઈન્વર્ટર એરકંડિશનરના નીચે મુજબ લાભ મળે છે :
* ઈન્વર્ટર એસી લગાવવાથી વીજળીનો ઓછો ખર્ચ થાય છે. જેના લીધે વીજળીના વપરાશમાં ૩૦-૫૦ ટકા સુધીની બચત કરી શકાય છે.
* તે વધારે ઝડપથી ઈચ્છિત ઉષ્ણતામાન મેળવી બે છે.
* તેને કાર્યરત કરવામાં ૩૦ ટકા ઓછો સમય લાગે છે.
* તે અવાજ કર્યા વિના ચાલે છે.
* સ્થિર ઉષ્ણતામાન વધારેમાં વધારે આરામદાયક છે.
* કોમ્પ્રેસરમાં વોલ્ટેજ નથી વધતા.
* કેટલાક ઈન્વર્ટર એસીમાં હીટ પંપ લગાવેલા હોય છે, જે ઉનાળાની ઋતુમાં એસીના સુચારુરૂપે કાર્યરત રહેવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
આકાર અને ક્ષમતાની પસંદગી
ઠંડી કરવાની જગ્યાના આકાર ઉપરાંત એરકંડીશનિંગ સિસ્ટમની યોગ્ય ક્ષમતા નક્કી કરવાના બીજા પણ અનેક કારણ છે. જરૂરી ક્ષમતા નક્કી કરવા માટે ઉષ્ણતામાનનું અનુમાન સૌથી વધારે જરૂરી છે. ઉષ્ણતામાનનું અનુમાન લગાવવા માટે નિમ્નલિખિત પાસાઓ પર ધ્યાન આપવું જરૂરી છે :
* સ્થળનો આકાર.
* પૂર્વાભિમુખ કરવું. (ઓરિએન્ટેશન)
* ઠંડી કરવાની જગ્યાની આજુબાજુ અને ઉપરનીચેની બનાવટ.
* કાચ લગાવેલી જગ્યાઓ.
* કાચ પર તડકાન માત્રા અને સ્વરૂપ.
* ઈન્સ્યુલેશન ડેકની ઉપરનીચેની સ્થિતિ અને તેની સાથે જોડાયેલી સામગ્રી.
* સ્થળ પર કોપિયર, સર્વર જેવા બીજા ઉપકરણોની હાજરી.
* મકાન બનાવતા ઉપયોગમાં લેવાયેલી સામગ્રી.
કેવી રીતે પસંદ કરવું એરકંડિશનર
વધારે સારું એ રહેશે કે ઠંડી કરાવનાર જગ્યાના હિસાબે યોગ્ય ક્ષમતા ધરાવતા એસીની પસંદગી કરવા માટે વ્યવસાયિક વ્યક્તિની મદદ લો.
ઊર્જા કાર્યક્ષમતા અને ઊર્જા બચતની જાણકારી
વિન્ડો એસી અને હાઈવોલ યુનિટ માટે બીઈઈ સ્ટાર રેટિંગની તપાસ કરી લેવી ખૂબ જ જરૂરી છે. એરકંડિશનરની કૂલિંગ ક્ષમતા અને વીજળીના વપરાશની ત્રિરાશીને માપનાર ઊર્જા કાર્યક્ષમતા ત્રિરાશી (ઈઈઆર)ને ધ્યાને લેતા રેટિંગ જેટલું ઊંચું હશે, તેટલી જ વધારે એસીની કાર્યક્ષમતા હશે. ઉચ્ચ કાર્યક્ષમતાને કારણે કૂલિંગ વધારે અસરકારક રહેશે અને વીજળીનો વપરાશ પણ ઓછો થશે.
વિશેષતાઓ
ઉપકરણના સરળ ઉપયોગ માટે રિમોટ કંટ્રોલ, એલસીડી ડિસ્પ્લે અને બિલ્ટ ઈન ટાઈમર મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ છે. અન્ય ફાયદાકારક વિશેષતાઓમાં સસ્તી ક્રિયાશીલતા પ્રણાલી, ફિલ્ટર અને વાયુશોધક સામેલ છે. તદુપરાંત ખરીદીનો નિર્ણય કરતા સમયે એસીના ઉપયોગમાં સરળતા રહેશે કે કેમ તે બાબત પર પણ ધ્યાન આપવું જરૂરી છે. ખરીદી પહેલા ઉપકરણના અવાજ અને ધ્રૂજારીના સ્તર પર ખાસ ધ્યાન આપો.
વધારે સ્ટાઈલિશ એરકંડિશનર ખરીદતા આરામ તો મળશે જ સાથે જીવનશૈલી પણ સુંદર બની જશે.
વોરંટી
હંમેશાં અધિકૃત વિક્રેતા પાસેથી જ એરકંડિશનર ખરીદો. તમે જે બ્રાન્ડ ખરીદી રહ્યા છો તેની વોરંટી વિશે માહિતી મેળવી લો. કંપનીનું સુવ્યવસ્થિત સેવા નેટવર્ક હોવું અને કોલ પર તરત જ મિકેનીકનું આવવું જરૂરી છે.
ઘર માટે એરકંડિશનર ખરીદવું સૌથી વધારે ખર્ચાળ હોય છે. પછી ચાહે તમે જૂના એસીને બદલી રહ્યા હો અથવા નવા એસીની ખરીદી કરી રહ્યા હોય, એક વાર ખરીદી લીધા પછી બની શકે કે ૧૦ વર્ષ પછી જ તેને બદલવાની જરૂર પડે. તમે એસીનો વપરાશ લાંબા સમય સુધી કરવાના છો,
તેથી ઉપર જણાવેલા ટિપ્સ પર ઘ્યાન આપવાથી ન માત્ર તમને ગરમીથી રાહત મળશે, પરંતુ વીજળીના બિલમાં પણ સારા એવા ઘટાડાનો લાભ મેળવી શકશો.