Home / Lifestyle / Fashion : Know differences between kurta and kurti

તમે પણ કુર્તા અને કુર્તીને એક જ સમજો છો? તો જાણી લો બંને વચ્ચેના તફાવત

તમે પણ કુર્તા અને કુર્તીને એક જ સમજો છો? તો જાણી લો બંને વચ્ચેના તફાવત

ભારતીય આઉટફિટ વિશે વાત કરવામાં આવે અને કુર્તા કે કુર્તીનો ઉલ્લેખ ન થાય તે અશક્ય છે. કોલેજ જવું હોય કે ઓફિસે, પૂજામાં કે કેઝ્યુઅલ આઉટિંગમાં, આ બંને પોશાક હંમેશા ટ્રેન્ડમાં રહે છે. ઘણા લોકો માને છે કે કુર્તા અને કુર્તી એક જ વસ્તુ છે, ફક્ત નામ અલગ છે. પરંતુ સત્ય એ છે કે આ બંને વચ્ચે ઘણા તફાવત છે, જેમ કે ડિઝાઇન, ફિટિંગ, લંબાઈ અને પહેરવાનો પ્રસંગ અને સ્ટાઇલ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આજના ફેશન યુગમાં જ્યારે દરેક વ્યક્તિ સ્ટાઇલની સાથે કમ્ફર્ટ ઈચ્છે છે, ત્યારે કુર્તા અને કુર્તીને ઓળખવા અને તેમને યોગ્ય રીતે પસંદ કરવી મહત્ત્વપૂર્ણ બની જાય છે. જો તમને પણ આ બંને વચ્ચેના તફાવત નથી ખબર, તો આ લેખ તમારા માટે છે. ચાલો જાણીએ બંને વચ્ચેના તફાવત.

લંબાઈ અને દેખાવમાં તફાવત

કુર્તા સામાન્ય રીતે લાંબા હોય છે. તેની લંબાઈ ઘૂંટણ સુધી અથવા તેનાથી વધુ હોય છે. તેને પહેરવાથી ટ્રેડિશનલ અને એલિગંટ લુક મળે છે. બીજી તરફ, કુર્તીની લંબાઈ ટૂંકી હોય છે. તે કમર અથવા સાથળ સુધી લાંબી હોય છે અને વધુ મોર્ડન અને સ્ટાઇલિશ લાગે છે. જ્યારે કુર્તા ક્લાસિક લુક આપે છે, તો કુર્તી ટ્રેન્ડી લુક આપેગે છે.

ફિટિંગ અને પહેરવાની સ્ટાઇલ

કુર્તા મોટે ભાગે ઢીલા અને આરામદાયક હોય છે. તેની ડિઝાઇન ઘણીવાર સિમ્પલ હોય છે. કુર્તી સામાન્ય રીતે બોડી ફિટ હોય છે, જે શરીરના આકારને બહાર લાવે છે. તે કેઝ્યુઅલથી પાર્ટી વેર સુધીની સ્ટાઇલમાં મળે છે.

ડિઝાઇન અને સ્ટાઇલમાં તફાવત

કુર્તા ઘણીવાર ટ્રેડિશનલ ડિઝાઇનમાં હોય છે, જેમ કે કોલર નેક, ક્લોઝ્ડ નેક અથવા સિમ્પલ બટન પેટર્ન. બીજી તરફ, કુર્તીમાં વધુ સ્ટાઇલનો મળે છે. તેમાં વિવિધ નેક ડિઝાઇન, સ્લીવ કટ, હાઈ-લો હેમલાઇન અને ઘણા મોર્ડન વેરિએશન મળે છે, જે તેને વધુ ટ્રેન્ડી અને સ્ટાઇલિશ બનાવે છે.

પહેરવાના પ્રસંગો

કુર્તા લગ્ન, તહેવારો અથવા ધાર્મિક કાર્યક્રમો જેવા પરંપરાગત પ્રસંગોએ પહેરવામાં આવે છે. કુર્તી ડેઈલી વેર માટે વધુ યોગ્ય છે. જેમ કે કોલેજ, ઓફિસ અથવા બહાર ફરવા જવું. તે ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બંને લુકમાં સારી લાગે છે.

ક્યા બોટમવેર સાથે પહેરવું?

કુર્તા ઘણીવાર પાયજામા, ચૂડીદાર અથવા પ્લાસો સાથે પહેરવામાં આવે છે, જે તેના ટ્રેડિશનલ લુકને વધારે છે. જ્યારે તમે લેગિંગ્સ, જીન્સ, પ્લાસો, શરારા અથવા તો સ્કર્ટ સાથે કુર્તી પહેરી શકો છો. તે દરેક બોટમવેર સાથે મેચ થાય છે.

Related News

Icon