હેલ્ધી ડાયટ અને દરરોજ એક્સરસાઈઝની જેમ રાત્રે સારી ઊંઘ પણ તમારી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જરૂરી છે. એવી ઘણી બાબતો છે જે તમારા ઊંઘનું પ્રમાણ અને ગુણવત્તાને અસર કરે છે. ઘણા અભ્યાસમાં આ વાત સામે આવી છે કે ઊંઘ પૂરી ન થવા પર તમારા મૂડ, વિચારવાની ક્ષમતા, ઈમ્યૂનિટી, હાર્ટ હેલ્થ, ફિઝિકલ ફિટનેસ પર અસર પડે છે. દરમિયાન ઘણી વખત તમારા માટે આ તમામ ફેક્ટર્સને કંટ્રોલ કરવો ખૂબ મુશ્કેલ હોય છે. જોકે, અમુક આદતોને ફોલો કરીને તમે પોતાની ઊંઘની ક્વોલિટીને સુધારી શકો છો.
કેફીનના સેવન પર રાખો ધ્યાન
ખૂબ વધુ પ્રમાણમાં કેફીનનું સેવન કરવાથી તમારી સ્લીપ ક્વોલિટી પર ખરાબ અસર પડે છે. તમારે રાત્રે સૂતા પહેલા કેફીનનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ. જો તમને ચા કે કોફી પીવી છે તો દિવસમાં પી શકો છો. રાત્રે સૂવા અને સવારે ઉઠવાનો એક ફિક્સ ટાઈમ સેટ કરો. પ્રયત્ન કરો કે હંમેશા તે સમયે સૂવો અને જાગો. આ સાથે જ રાત્રે 7થી 8 કલાકની ઊંઘ જરૂર લો.
મેલાટોનિન સપ્લીમેન્ટ્સ
મેલાટોનિન સપ્લીમેન્ટ સ્લીપ ક્વોલિટીને બૂસ્ટ કરવામાં મદદ કરી શકે છે. મેલાટોનિન એક એવું હોર્મોન છે જેનું ઉત્પાદન બ્રેઈન કરે છે. આપણું મગજ અંધારામાં મેલાટોનિનનું ઉત્પાદન કરે છે.
એક્સરસાઈઝ
રેગ્યુલર એક્સરસાઈઝ તમારી મેન્ટલ અને ઓવરઓલ હેલ્થ માટે ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી તમારી ઊંઘમાં પણ મદદ મળે છે. એક્સરસાઈઝ કરવાથી હોર્મોન્સનું લેવલ બેલેન્સ થાય છે અને ઊંઘની ક્વોલિટીમાં સુધારો થાય છે.
સ્ટ્રેસ ઓછો કરો
સ્ટ્રેસ તમારી મેન્ટલ હેલ્થની સાથે જ ફિઝિકલ હેલ્થ માટે પણ નુકસાનકારક સાબિત થાય છે. તેનાથી તમારી ઊંઘની ક્વોલિટી પર પણ ખરાબ અસર પડે છે. પ્રયત્ન કરો કે સ્ટ્રેસ ના લો.
કેફીનના સેવન પર રાખો ધ્યાન
ખૂબ વધુ પ્રમાણમાં કેફીનનું સેવન કરવાથી તમારી સ્લીપ ક્વોલિટી પર ખરાબ અસર પડે છે. તમારે રાત્રે સૂતા પહેલા કેફીનનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ. જો તમને ચા કે કોફી પીવી છે તો દિવસમાં પી શકો છો. રાત્રે સૂવા અને સવારે ઉઠવાનો એક ફિક્સ ટાઈમ સેટ કરો. પ્રયત્ન કરો કે હંમેશા તે સમયે સૂવો અને જાગો. આ સાથે જ રાત્રે 7થી 8 કલાકની ઊંઘ જરૂર લો.
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.