Home / Lifestyle / Health : Sahiyar: Fruits that provide cooling in summer heat

Sahiyar: ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતળતા આપતા ફળો

Sahiyar: ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતળતા આપતા ફળો

ભારતમાં ગરમીની ઋતુમાં ખાસ ફળોનો પાક થાય છે જના સેવનથી શરીર હાઇડ્રેટ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. નિયમિત રીતે ઉનાળામાં આ ફળોનું સેવન કરવાથી પાચનમાં સહાયતા મળે છે, શરીર ઠંડુ રહે છે તથા ગરમીમા સ્વસ્થ રહેવા માટે આવશ્યક પોષક તત્વો મળે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેરી

ભારતના ફળોનો રાજા તરીકે જાણીતી કેરી ઉનાળાનું દેશનું સૌથી પસંદગીનું ફળ છે. તેમાં વિટાણિન એ અને સી ભરપુર માત્રામાં સમાયેલા હોય છે. જે આંખ માટે ગુણકારી છે. તેમજ તેમાં ફાઇબર સમાયેલ હોવાથી તે પાચન માટે સારો સ્ત્રોત છે. 

કલિંગર

ગરમીથી ઠંડીનો અહેસાસ કરાવનારું કલિંગર રસીલું ફળ છે. તેની મીઠાશ શરીરને ઉનાળાની કાળઝાળ ગરમીથી ઠંડક આપે છે.તેનું સેવન શરીરને હાઇડ્રેટ રાખે છ.ે તેમાં એન્ટી ોક્સીડન્ટ, વિટામિન સી  અને વિટામિન  એ સમાયેલા હોય છે.  તેનું સેવન હૃદય રોગ, ડાયાબિટિસ, ડિપ્રેશન, તાણ અને પેટના રોગથી શરીરને બચાવે છે. તરબૂચમાં કેલરી બહુ ઓછી હોવાથી તે વજન ઘટાડનારા ફળ તરીકે ઉત્તમ  પરિણામ આપે છે. તેમાં લાઇકોપીન પણ હોય છે. જે એક શક્તિશાળી એન્ટી ઓક્સીડન્ટ છે જે અમુક પ્રકારના કેન્સરથી રક્ષણ કરવામાં મદદ કરે છે. 

લીચી

લીચી સ્વાદમાં મીઠી તેમજ રસીલી હોય છે. તેમાં સંતરા કરતાં પણ વિટામિન સી ભરપુર માત્રામાં સમાયેલું હોય છે. તેમાં પોટેશિયમ પણ  પ્રચુર માત્રામાં સમાયેલું હોવાથી તે હૃદય માટે લાભકારી છે. તેમાં સાઇટ્રિક એસિડ, વિટામિન, ટારટરિક એસિડ સમાયેલા હોય છે જે ગરમી સામે લડવામાં રામબાણ છે. 

અનાનસ

અનાનસમાં વિટામિન સી અને મેંગનીઝનું સ્ત્રોત ઉત્તમ હોય છે. તેમાં બ્રોમેલેન નામનું એક એન્જાઇમ હોય છે જે પાચનમાં મદદ કરે છે. 

પપૈયું

પપૈયામાં વિટામિન એ અને સી ભરપુર માત્રામાં સમયોલ છે. તેમાં પપેન નામનો એક એન્જાઇમ હોય છે જે પાચનમાં સહાયતા કરે છે. 

જાંબુ

જાંબુ ઉનાળામાં ઠંડક આપે છે. તેમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપુર માત્રામાં સમાયેલા હોય છે, જે કોશિકાઓને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. તેમાં આર્યન અને વિટામિન સી પણ સમાયેલું હોય છે. કહેવાય છે કે, જાંબુ ડાયાબિટિસના દર્દીઓ માટે ગુણકારી છે. તે રક્ત શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 

ચીભડું

ચીભડામાં વિટામિન એ અને સી તેમજ પોટેશિય પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે. તેનું સેવન શરીરને ઠંડક આપે છે. 

ખીરા

ખીરા એટલે કે એક પ્રકારની કાકડી ઉનાળાની કાળઝાળ ગરમીમાં શીતળતા પ્રદાન કરે છે. તે રસદાર હોવાથી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેમાં કેલેરી ઓછા પ્રમાણમાં હોય છે તેથી તે વજન ઘટાડવા માટે પણ તેનું સેવન ઉત્તમ ગણાય છે. 

સ્ટ્રોબેરી

સ્ટોબ્રેરીમાં વિટામિન સી ભરપુર માત્રામાં સમાયેલું હોય છે. તેમજ તેમાં એન્ટી ઓક્સીડન્ટ ફાઇબર પણ જોવા મળે છે.

નારિયેળ

નારિયેળ દરેક ઋતુનું ફળ  છે. પરંતુ ગરમીમાં તેનું સેવન શરીરને સ્ફૂર્તિલું કરે છે. તે સ્વસ્થ વસાથી ભરપુર છે તેમજ મેંગનીઝ જેવા ખનિજોનું સારું સ્ત્રોત છે.  તેનું સેવન શરીરને હાઇડ્રેટ રાખે છે. ઉપરાંત સારી અનિંદ્રા, ડાયાબિટસ, નાકથી રક્ત વહેવું, નબળી યાદશક્તિ સહિત અન્ય બીમારીઓમાં ફાયદો કરે છે. 

- જયવિકા આશર

 

Related News

Icon