Home / Lifestyle / Health : Seasonal flu becomes more prevalent as the seasons change.

Health Tips: ઋતુ બદલાતા જ હાવી થઈ જાય છે સિઝનલ ફ્લૂ, બચવા માટે અપનાવો આ ઉપાય

Health Tips: ઋતુ બદલાતા જ હાવી થઈ જાય છે સિઝનલ ફ્લૂ, બચવા માટે અપનાવો આ ઉપાય

હાલમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. ક્યારેક ખૂબ ગરમી પડી રહી છે તો ક્યારેક વરસાદ પડે છે. આવી સ્થિતિમાં લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાસ્તવમાં ઋતુ બદલાતાની સાથે જ શરદી, ખાંસી અને તાવ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે તેમને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને પહેલાથી જ કોઈપણ રોગથી પીડિત લોકોને સિઝનલ ફ્લૂનું જોખમ વધુ હોય છે. તમને જણાવી દઈએ કે જેમ જેમ ઋતુ બદલાય છે તેમ તેમ ઘણા પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ વધુ સક્રિય બને છે. આના કારણે ચેપ ઝડપથી ફેલાવા લાગે છે. આનાથી બચવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી જરૂરી છે. તમારા આહાર પર વધુ ધ્યાન આપો અને હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો.

 સ્વચ્છતાનું ધ્યાન રાખવું

તમારે નિયમિત યોગ કરવા. ઘરમાં અને આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખવું. આઠ કલાકની પૂરી ઊંઘ લેવાનો પ્રયાસ કરો. પૂરતું પાણી પીવું અને સમય-સમય પર ડૉક્ટરની સલાહ લેવી પણ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન કઈ સરળ રીતોથી રાખી શકો છો અને ફ્લૂથી સુરક્ષિત રહી શકો છો.

આ પણ વાંચો: રાતના સમયે નથી આવતી ગાઢ નિંદ્રા? તો આજે જ સુધારો આ 5 ટેવ

આવી રીતે રાખો ખૂદને સુરક્ષિત

- સિઝનલ ફ્લૂ અને તેની સંભવિત ગંભીર જટિલતાઓના જોખમને ઘટાડવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમે દર વર્ષે વેક્સિનેશન કરાવો. પહેલાથી જ બીમાર હોય તેવા લોકોની નજીક જવાનું ટાળો. યોગ્ય અંતર જાળવો. માસ્ક અવશ્ય પહેરો. 

- જો તમે ઈન્ફેક્શનથી પોતાને બચાવવા માંગતા હોય તો માસ્કનો ઉપયોગ અવશ્ય કરવો. આ ઉપરાંત ગરમ પાણી પીવો અને હૂંફાળા પાણીથી કોગળા કરો. વરાળ લેવી પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે. જે શરદી અને ખાંસીથી રાહત આપે છે.

- જો તમને બીમારી લાગે તો જાતે એન્ટિબાયોટિક્સ લેવાનું ટાળો. તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તેમની સલાહ પર જ દવા લેવી જોઈએ. તમે દરરોજ કસરત કરીને અને યોગ્ય દિનચર્યાનું પાલન કરીને પણ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકો છો. 

- કોઈપણ રીતે વાયરસથી બચવા માટે પોતાના હાથ સાફ રાખવા મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં વારંવાર હાથ ધોવાથી તમને જંતુઓથી બચવામાં મદદ મળશે. જો સાબુ અને પાણી ઉપલબ્ધ ન હોય, તો આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો.

- જ્યારે કોઈ વ્યક્તિ જંતુઓથી દૂષિત વસ્તુને સ્પર્શ કરે છે અને પછી તેમની આંખો, નાક અથવા મોંને સ્પર્શ કરે છે ત્યારે રોગ પેદા કરતા જંતુઓ ફેલાય છે. આવી સ્થિતિમાં, તમારી આંખો, નાક કે મોંને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. 

- સિઝનલ ફ્લૂથી બચવા માટે, ઘર, ઓફિસ કે શાળા-કોલેજમાં વારંવાર સ્પર્શ થતી સપાટીઓને સાફ અને જંતુમુક્ત કરવી મહત્વપૂર્ણ છે. 8 કલાકની ઊંઘ પૂરી કરો. શારીરિક રીતે સક્રિય રહો. તણાવમાં ન રહેવું.

Related News

Icon