Home / Lifestyle / Health : These symptoms appear in the body when the liver is damaged

Health Tips: લીવર ખરાબ થતા શરીરમાં દેખાય છે આ લક્ષણો, ભૂલથી પણ અવગણશો નહીં

Health Tips: લીવર ખરાબ થતા શરીરમાં દેખાય છે આ લક્ષણો, ભૂલથી પણ અવગણશો નહીં

લીવર અમારા શરીરનું સૌથી મહત્ત્વનું અંગ છે. આ શરીરમાં ખરાબ પદાર્થોને બહાર નીકાળે છે. લીવરનું કામ લોહીને સાફ કરવાનું છે અને આ સિવાય ડાઈજેશનમાં મદદ કરે છે. તમારા શરીરનો આ ભાગ જ્યારે બરોબર કામ નથી કરતો, ત્યારે તે તમને કેટલાક સંકેતો આપે છે, જેને તમારે ક્યારેય ઈગ્નોર કરવું જોઈએ નહીં.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કોઈ પણ કારણ વગર જ્યારે વારં વાર ઉલ્ટી થવી

આમ તો ઘણી બીમારીઓમાં ઉલ્ટી થતી હોય છે, પરંતુ કોઈ પણ કારણ વગર જ્યારે વારંવાર ઉલ્ટી થાય તો આ લીવર ખરાબ થવાનો સંકેત હોઈ શકે છે. ભોજન સારી રીતે લેતા હોવા છતાં બરોબર ઊંઘ ન આવે અને હંમેશા શરીરમાં થાકનો અનુભવ થાય તો આ એ વાતનો સંકેત છે કે, તમારુ લીવર યોગ્ય રીતે કરી રહ્યું નથી.

પેટની ઉપર જમણી બાજુએ સતત દુખાવો રહે

જો તમને પેટના ઉપર જમણી બાજુમાં સતત દુખાવો રહેતો હોય અથવા પેટ ભારે રહેતું હોય, તો આ લીવર ખરાબ હોવાનો સંકેત હોઈ શકે છે. કોઈપણ કારણ વગર તમારા પગમાં સોજો રહેતો હોય, તો આ પણ લીવર ખરાબ હોવાનું લક્ષણ હોઈ શકે છે, જેને ક્યારેય ઈગ્નોર ન કરવું જોઈએ.

વારંવાર ખંજવાળ આવે તો પણ લીવર ખરાબ હોવાનો સંકેત હોઈ શકે છે

જો તમને કોઈ પણ જગ્યાએ ફોલ્લીઓ વગર વારંવાર ખંજવાળ આવતી હોય, તો આ લીવરને નુકસાનની નિશાની હોઈ શકે છે, કારણ કે આવી ખંજવાળ ત્વચામાં પિત્ત ક્ષારના સંચયને કારણે હોઈ શકે છે, જે લીવર રોગની નિશાની છે. જોકે, ખંજવાળ આવવાનો મતલબ હંમેશા લીવર રોગ હોય તેવો અર્થ નથી.

નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.

Related News

Icon