Home / Lifestyle / Health : This veteran minister suffered from a rare disease news

આ દિગ્ગજ મંત્રીને થઈ દુર્લભ બીમારી, માત્ર 2 મિનિટ સુધી બોલવામાં પણ થઈ રહી છે તકલીફ

આ દિગ્ગજ મંત્રીને થઈ દુર્લભ બીમારી, માત્ર 2 મિનિટ સુધી બોલવામાં પણ થઈ રહી છે તકલીફ

મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડે ઘણા આરોપોથી ઘેરાયેલા છે, જેના કારણે તેમને અનેક સવાલો પૂછવામાં આવી રહ્યા છે. આ સવાલોના જવાબ આપવામાં અસમર્થ ધનંજય મુંડેની હવે બોલતી જ બંધ થઇ ગઈ છે. એવામાં હવે મહારાષ્ટ્રના મંત્રી અને NCP અજિત પવાર જૂથના નેતા ધનંજય મુંડેએ ગુરુવારે એક મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે, 'મને 'બેલ્સ પાલ્સી' નામની બીમારી છે, જેના કારણે મારી બોલવાની ક્ષમતા પર અસર પડી છે.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ બીમારી ચહેરાના સ્નાયુઓને નબળા કરી દે છે

બેલ્સ પાલ્સી એક એવી બીમારી છે, જેના કારણે ચહેરાના સ્નાયુઓ નબળા પડી જાય છે. ધનંજય મુંડેએ ફેસબુક પર પોતાની એક પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો છે. ધનંજય મુંડેએ પોતાની પોસ્ટમાં કહ્યું, 'હાલમાં હું બે મિનિટ પણ યોગ્ય રીતે બોલી શકતો નથી, જેના કારણે હું કેબિનેટની બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં ભાગ લઈ શકતો નથી.'

महाराष्ट्र के मंत्री धनंजय मुंडे को झटका, पहली पत्नी को देने होंगे 2 लाख  रुपये हर माह | Shock to Maharashtra Minister Dhananjay Munde, have to pay  first wife 2 lakh every month

બેલ્સ પાલ્સી શું છે?

નિષ્ણાતો અનુસાર, બેલ્સ પાલ્સી ચહેરાના સ્નાયુઓના નબળા પડવા અથવા લકવા સાથે સંકળાયેલ છે. તે અચાનક શરૂ થઈ શકે છે અને દર્દીની સ્થિતિ 48 કલાકની અંદર બગડી શકે છે. આ સામાન્ય રીતે ચહેરા અથવા માથામાં દુખાવો અને અસ્વસ્થતાનું કારણ બને છે. તે કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ તે સગર્ભા સ્ત્રીઓ અને ડાયાબિટીસ, ઈન્ફલ્યુએન્ઝા, શરદી અથવા શ્વસન સમસ્યાઓ ધરાવતા લોકોને વધુ અસર કરે છે.

ખાસ વાત એ છે કે આ રોગ કાયમી નથી હોતો, પરંતુ ભાગ્યે જ કિસ્સાઓમાં તે સરળતાથી દૂર થતો નથી. હાલમાં આ રોગનો કોઈ ઈલાજ નથી, પરંતુ દર્દીઓ સામાન્ય રીતે 2 અઠવાડિયાથી 6 મહિનાની વચ્ચે સાજો થઇ શકે છે. 

આ બીમારી પહેલા થયું હતું આંખનું ઓપરેશન  

ધનંજય મુંડેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ખાતરી આપી હતી કે હું આ બીમારીમાંથી જલ્દી જ સાજો થઇ જઈશ અને શક્ય તેટલી વહેલી તકે જાહેર સેવામાં પાછો ફરવા માટે પ્રતિબદ્ધ છું. આ ઉપરાંત ધનંજય મુંડેએ લગભગ 15 દિવસ પહેલા આંખનું ઓપરેશન કરાવ્યું હતું અને તેમને તડકા, ધૂળ અને સૂર્યપ્રકાશથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી.

બીડ હત્યાકાંડમાં નામ

ગયા વર્ષે 9 ડિસેમ્બરે બીડના મસાજોગમાં સરપંચ સંતોષ દેશમુખના અપહરણ અને હત્યા સાથે સંબંધિત કેસમાં ધનંજય મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડની ધરપકડ કરવામાં આવી ત્યારથી મુંડે વિપક્ષ અને સત્તાધારી 'મહાયુતિ'ના કેટલાક સાથીઓના નિશાના પર છે. મુંડેએ કહ્યું છે કે સરપંચ કેસ સાથે મારો કોઈ સંબંધ નથી. તેઓ જ્યારે કૃષિ મંત્રી હતા ત્યારે તેમણે અનિયમિતતાના આરોપોને પણ નકારી કાઢ્યા છે.


Icon