Home / Lifestyle / Health : What are foot ulcers? How are they diagnosed?

Health: ફૂટ અલ્સર્સ એટલે શું? તેનું નિદાન કઇ કઇ પદ્ધતિથી થાય છે?

Health: ફૂટ અલ્સર્સ એટલે શું? તેનું નિદાન કઇ કઇ પદ્ધતિથી થાય છે?

ચોમાસામાં ભારે તોફાની વરસાદથી ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઇ જાય. ક્યારેક તો અતિ ભારે વરસાદને કારણે લોકલ ટ્રેન, મેટ્રો સહિત વાહન વ્યવહારની સવિધા પણ બંધ થઇ જાય. પરિણામે અસંખ્ય લોકોએ વરસાદી પાણીમાં ચાલીને ઘર સુધી જવું પડે. વરસાદના ગંદકીભર્યા પાણીમાં લાંબા સમય સુધી ચાલવાથી પગમાં પેલાં કૂતરાં અને બિલાડાનાં મળ- મૂત્રનો ચેપ પણ લાગે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતમાં વર્ષા ઋતુનું  ભીનું ભીનું આગમન થયું છે. વરસાદી મોસમ આમ તો સમગ્ર સૃષ્ટિને ગમે. સમગ્ર માહોલમાં ઠંડક પ્રસરે. ખાસ કરીને પહેલા વરસાદમાં ખુલ્લા  ગગન નીચે સ્નાન કરવાનો આનંદ અનેરો હોય. ચોમાસામાં  ગામડાંમાં નદીમાં પૂર ઉમટે એટલે જુવાનિયા ધુબાકા મારવા પડે

જોકે આ જ મજેદાર વર્ષા  ઋતુ આરોગ્ય માટે ચિંતાજનક પણ બની શકે છે.  મચ્છરો અને મેખીઓના ઉપદ્રવને કારણે તાવ, ઉલટી, પેટમાં દુ:ખવું, આંખોમાં બળતરા થવી વગેરે જેવી સમસ્યા પણ વધે. ચોમાસામાં  ફૂટ અલ્સર્સ નામની બીમારી પણ થઇ શકે છે. જોકે મોટાભાગનાં લોકોને ફૂટ અલ્સર્સ વિશે માહિતી નથી હોતી.    

ચોમાસામાં  ક્યારેક તો  મુંબઇ,કોલાકાતા, ચેન્નાઇ,દિલ્લી,બેંગલુરુ, સુરત,અમદાવાદ વગેરે જેવાં મહાનગરોેમાં ભારે તોફાની વરસાદથી ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઇ જાય. ક્યારેક તો અતિ ભારે વરસાદને કારણે લોકલ ટ્રેન, મેટ્રો સહિત વાહન વ્યવહારની સિવિધા પણ બંધ થઇ જાય. પરિણામે અસંખ્ય લોકોએ વરસાદી પાણીમાં ચાલીને ઘર સુધી જવું પડે. વરસાદના ગંદકીભર્યા પાણીમાં લાંબા સમય સુધી ચાલવાથી પગમાં પેલાં કૂતરાં અને બિલાડાનાં મળ- મૂત્રનો ચેપ પણ લાગે. પરિણામે ફૂટ અલ્સર્સ અને લેપ્ટોસ્પાઇરોસીસ જેવા રોગ થવાનું જોખમ પણ રહે. 

આ તબક્કે આપણે ફૂટ અલ્સર્સ એટલે શું? ફૂટ અલ્સર્સનાં લક્ષણો કયાં કયાં હોય ? આ રોગનું નિદાન કઇ કઇ પદ્ધતિથી થાય? અને તેની સારવાર પણ કઇ રીતે થાય? વગેરે પાસાં વિશે ઉપયોગી માહિતી મેળવીએ. 

ફૂટ અલ્સર્સ એટલે શું ? ક્યારે થાય ? 

તબીબી નિષ્ણાતોના કહેવા મુજબ ફૂટ અલ્સર્સ એટલે ચોમાસાનો પાણીજન્ય રોગ. વર્ષા ઋતુમાં ફેલાતો ચેપી રોગ. ચોમાસામાં ક્યારેક પગના તળિયે અથવા પગના કાંડાના હિસ્સામાં ઇજા કે જખમ થાય છે. પગની ચામડી ફાટી જાય. ક્યારેક તે જખમમાં પરુ પણ થાય.પરિણામે પીડા થાય. આવી પરિસ્થિતિમાં સમયસર અને યોગ્ય રીતે  સારવાર  ન થાય તે જખમ વકરી શકે છે. ઇજામાં ચેપ ફેલાવાનું જોખમ રહે છે. 

* ફૂટ અલ્સર્સ  ચોમાસામાં શા માટે થાય ?  વર્ષા ઋતુમાં સમગ્ર વાતાવરણ ભીનું ભીનું હોય. વાતાવરણમાં   ભરપૂર ભેજ હોય. આવા વરસાદી   વાતાવરણમાં  ખેડૂતો તેમનાં ખેતરોમાં અને વાડીઓમાં વિવિધ પાકનું વાવેતર કરતા હોય. સાથોસાથ અન્ય ખેત મજૂરો પણ કામ કરતાં હોય. કિસાનોના પગ સતત વરસાદી પાણીમાં રહે. ઉપરાંત, મકાનોનું બાંધકામ કરતા કામદારો પણ ચોમાસામાં કામ કરતા હોય છે.  

ચોમાસામાં વરસતા વરસાદમાં ઘણાં પહાડી અને અંતરિયાળ ગામોમાં વિદ્યાર્થીઓ --વિદ્યાર્થિનીઓ  ચાલીને તેમની શાળામાં  જતાં હોય છે. આજના આધુનિક યુગમાં પણ  ઘણા  જંગલોના અંતરિયાળ   આદિવાસી વિસ્તારોમાં    ટપાલીઓ શિક્ષકો,પોલીસ કર્મચારીઓ ચાલતાં ચાલતાં  તેમની ફરજ બજાવવા જતા હોય છે. ઉપરાંત, કરિયાણાના   અને શાકભાજીના નાના વેપારીઓ  તેમની રોજબરોજની ખરીદી માટે પણ વરસાદી વાતાવરણમાં નજીકના શહેરમાં ચાલીને જતા હોય છે. 

આ તમામ વ્યક્તિઓના પગ લાંબા સમય સુધી  વરસાદના ભીના વાતાવરણમાં રહે છે.વળી, વરસાદી વાતાવરણમાં એકથી બીજા સ્થળે ચાલીને જવાથી પગમાં ઇજા થવાની કે કોઇ જંતુ કરડવાની પણ સંભાવના રહે છે. 

તબીબી નિષ્ણાતોના કહેવા મુજબ ચોમાસામાં શરીરની ચામડી પ્રમાણમાં વધુ ભીની રહે છે. પરિણામે પગની માંસ પેશીઓ વધુ નાજુક -- સુંવાળી થઇ જાય. એટલે જે કોઇ વ્યક્તિને પગના તળિયે કે કાંડામાં કદાચ પણ નાની મોટી ઇજા કે જખમ થાય તો તે જલદી ન મટે. રૂઝ આવતાં થોડા વધુ દિવસ થાય.     

ફૂટ અલ્સર્સ કઇ કઇ વ્યક્તિઓને થવાની શક્યતા વધુ રહે ?  

  • તબીબી નિષ્ણાતોના કહેવા મુજબ ચોમાસાના ભીના ભીના માહોલમાં  મધુપ્રમેહ (ડાયાબિટીસ)થી પીડાતી વ્યક્તિઓએ બહુ કાળજી રાખવી જરૂરી છે.  ડાયાબિટીસનાં દરદીઓને જખમ રૂઝાતાં બહુ  ઝાઝો સમય થાય છે. પગના તળિયે કે કાંડામાં જ્યાં ઇજા થઇ હોય તે હિસ્સો લાલ થઇ જાય. લાલ  ચકામું થઇ જાય. પીડા વધે.
  • ઘણી વ્યક્તિઓના પગના તળિયે અને કાંડાના હિસ્સામાં રક્ત પરિભ્રમણની કુદરતી પ્રકિયા બહુ મંદ થતી હોય. એટલે કે પગના આ ભાગમાં લોહીનો પૂરતો પ્રવાહ ન પહોંચે. શરીરના કોઇપણ  અંગમાં રક્તનો અપૂરતો પ્રવાહ પહોંચે તો તે અંગ જાણે કે ઠંડું કે સૂન થઇ જાય.  સંવેદના ઓછી થઇ જાય. ક્યારેક તો તે અંગનો રંગ પીળો કે ભૂરો પણ થઇ જાય. 
  • તે અંગના સ્નાયુઓ જકડાઇ જાય. શરીરના તે ભાગમાં કદાચ પણ કોઇ ઇજા કે  જખમ  થયાં હોય તો તે જલદી ન મટે. સરળ રીતે સમજીએ તો જે વ્યક્તિના પગમાં લોહીનો પ્રવાહ પૂરતો અને નિયમિત ન થતો હોય  તો તે જખમ વકરવાનું પણ જોખમ રહે. 
  • પગના  તળિયાની  કે કાંડાની ચામડી પર કદાચ પણ લાંબા સમય સુધી  વધુ દબાણ   આવતું હોય  તો  પણ  ચોમાસામાં ફૂટ અલ્સર્સની અસર થાય. શરીરના કોઇપણ અંગની ચામડી પર લાંબા સમય સુધી વધુ દબાણ આવે તો તે અંગમાં રક્ત પ્રવાહ મંદ થઇ જાય. પરિણામે તે ભાગમાંની માંસપેશીઓને નુકસાન  થાય. સાથોસાથ તે ભાગમાં કદાચ પણ ઇજા  કે જખમ થયાં હોય તો તેમાં જલદી રૂઝ ન  આવે. સરવાળે ત્યાં અલ્સર થાય. 

ફૂટ અલ્સર્સનાં લક્ષણો

  • ફૂટ અલ્સર્સથી પગના તળિયામાંની અને કાંડામાં લોહીનું પરિભ્રમણ ઓછું થાય. અપૂરતા રક્ત પ્રવાહથી પગનો તે હિસ્સો ઠંડો થઇ જાય. તે અંગ જાણે કે નિષ્ક્રિય થઇ ગયું હોય તેવો અનુભવ થાય.
  • પગમાં સોજા આવી જાય. જે ભાગમાં જખમ કે ઇજા થઇ હોય તેનો રંગ લાલ થઇ જાય. તેમાંથી પરુ વહે.  ચેપી અસર પણ થાય. ઉપરાંત, તે જખમમાંથી દુર્ગંધ પણ આવે.

ફૂટ અલ્સર્સની સારવાર કેવી રીતે થાય ? 

  • ફૂટ અલ્સર્સની સારવાર આ પ્રકારના રોગના નિષ્ણાત ડોક્ટર પાસે કરાવવી જોઇએ. ઉપરાંત, ચોમાસામાં થતી આવી સમસ્યાના ઉપચારરૂપે પગના તળિયે કે કાંડામાં થયેલો  જખમ  સ્વચ્છ અને  સૂકો રહે  તેની કાળજી રાખવી જોઇએ. ખાસ કરીને વર્ષા ઋતુમાં ડાયાબિટીસનાં દરદીઓએ તો તમનાંપગની પૂરતી કાળજી રાખવી.
  • ડોક્ટરની  સલાહ  મુજબ એન્ટિબાયોટિક્સનો   ઉપયોગ કરવો. ફૂટ અલ્સર્સના જખમનું અવારનવાર ડ્રેસિંગ પણ કરાવવું કે જેથી તેમાં સડો ન થાય. સાથોસાથ   પગની સ્વચ્છતા પણ રાખવી જરૂરી છે.
  • ફૂટ અલ્સર્સના દરદીએ ચોમાસામાં વોટર પ્રૂફ શૂઝ કે સેન્ડલ પહેરવાં. પગનાં મોજાં બદલવાં. એક નાં એક જ  મોજાંની જોડી વારંવાર ન પહેરવી. ચોમાસાના વરસાદી માહોલમાં   ઘર બહાર  ઉઘાડા પગે ન ચાલવું. 
  • વર્ષા ઋતુમાં પ્રાકૃતિક સૌંદર્ય પૂરબહારમાં ખીલે. મનોહર દ્રશ્યો સર્જાય. આમ છતાં આ જ વર્ષા ઋતુમાં પાણીજન્ય રોગ પણ થતા હોય છે. કહેવાનો અર્થ એ છે કે ચોમાસામાં આરોગ્યની પૂરતી કાળજી  લેવી જરૂરી છે.

- જગદીશચંદ્ર  ભટ્ટ

Related News

Icon