
દિવાળીનો તહેવાર હોય અને મીઠાઈનો ઉલ્લેખ ન હોય તે કેવી રીતે બની શકે? દર વર્ષે આસો મહિનાની અમાસના દિવસે દિવાળી ઉજવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. વાસ્તવમાં દિવાળીની તૈયારીઓ લગભગ એક મહિના પહેલાથી જ ઘરોમાં શરૂ થઈ જાય છે. આ દિવસે દરેક ઘરમાં વાનગીઓ બનાવવામાં આવે છે. દિવાળીના પાંચ દિવસીય તહેવાર દરમિયાન, વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે, જેમ કે રસગુલ્લા, રસમલાઈ, ચમ-ચમ, ઘુઘરા વગેરે. ચાલો જાણીએ દિવાળીના દિવસોમાં કઈ પરંપરાગત મીઠાઈઓ સરળતાથી બનાવી શકાય છે.
ઘૂઘરા
આમ તો હોળી નિમિત્તે ઘૂઘરા બનાવવાની પરંપરા છે, પરંતુ ઘણી જગ્યાએ દિવાળી પર પણ ઘૂઘરા બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે. આ ખોયા, ડ્રાયફ્રૂટ્સ, ખાંડ અને લોટમાંથી બનેલી સ્વાદિષ્ટ મીઠાઈ છે. આમાં ખોયામાંથી બનાવેલ મિશ્રણને લોટની પુરીની અંદર ભરવામાં આવે છે અને પછી તેલમાં તળવામાં આવે છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
ઘૂઘરા બનાવવાની સામગ્રી
- ઝીણી સોજી- 1 કપ
- ઘી- જરૂર મુજબ
- દળેલી ખાંડ- 1 કપ
- અડધો કપ કાજુના ટુકડા
- અડધો કપ બદામના ટુકડા
- અડધો કપ કિશમિશ
- અડધો કપ પિસ્તા
- 1 કપ સૂકા કોપરાનું છીણ
- 1 ચમચી એલચી પાઉડર
- 2 કપ મેદો
ઘૂઘરાનો લોટ બાંધવાની રીત
- સૌથી પહેલાં ઘૂઘરાનો લોટ બાંધવા માટે મેદો લેવો.
- તેમાં ચપટી મીઠું અને 3 ચમચી ઘી ઉમેરો અને થોડું થોડું પાણી ઉમેરી પુરી કરતાં થોડો કડક લોટ બાંધી દો.
- હવે લોટને ઢાંકીને સાઈડમાં મૂકી દો.
- ઘૂઘરાનો મસાલો તૈયાર કરવાની રીત
- હવે પેનમાં 4-6 ચમચી ઘી લઈને તેમાં સોજી 5 મિમિટ સુધી શેકીને કાઢી લો.
- હવે એ જ પેનમાં કાજુ, બદામ, પિસ્તા, કિશમિશ ધીમા તાપે શેકી લો અને પછી મિક્સરમાં અધકચરા વાટી લો.
- ત્યાર બાદ એ જ પેનમાં સૂકા નારિયેળની છીણને બે મિનિટ શેકી લો.
- હવે એક બાઉલમાં શેકેલી સોજી (રવો), નારિયેળની છીણ, દળેલી ખાંડ, બધાં ડ્રાયફ્રૂટ્સ, એલચી પાઉડર બધું નાખીને બરાબર મિક્સ કરી લો.
- આ મિશ્રણ છૂટું પડે એવું લાગે તો તેમાં 2-3 ચમચી દૂધ ઉમેરો શકો છો.
- હવે ઘૂઘરાના લોટના લૂવા કરીને તેની પૂરી વણી લો.
- તેમાં 1 ચમચી સ્ટફિંગ ઉમેરીબજારમાં મળતા સંચાથી અથવા તો ફોકથી ડિઝાઈન કરીને સીલ કરી દો.
- સીલ કરતી વખતે પૂરીની કિનારી પર સહેજ પાણી લગાવી દેવું.
- તમે લોટ કઠણ બાંધશો તો તેનું પડ કડક બનશે. હવે ગરમ તેલમાં મીડિયમ ગેસ પર ઘૂઘરા લાઈટ ગોલ્ડન તળી લો.
- તૈયાર છે એકદમ ટેસ્ટી અને મજેદાર દિવાળી સ્પેશિયલ ઘૂઘરાની મિઠાઈ.