
શું તમે પણ રોજ રોટલી અને પરોઠા ખાઈને કંટાળી ગયા છો? જો હા, તો આજે અમે તમારા માટે એક એવી અદ્ભુત રેસીપી લાવ્યા છીએ જે કોઈપણ શાકનો સ્વાદ વધારી દેશે.
અમે ચિલી ગાર્લિક પરોઠા (Chili Garlic Paratha) વિશે વાત કરી રહ્યા છીએ, જે ખાવામાં તો સ્વાદિષ્ટ છે જ પરંતુ તે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. ચાલો તમને જણાવી દઈએ તેને બનાવવાની રીત.
સામગ્રી
- ઘઉંનો લોટ: 2 કપ
- મીઠું: સ્વાદ મુજબ
- પાણી: જરૂર મુજબ
- લસણની કળી: 8-10
- લીલા મરચા: 2-3
- લાલ મરચું પાવડર: 1/2 ચમચી
- જીરું પાવડર: 1/2 ચમચી
- ધાણા પાવડર: 1/2 ચમચી
- આમચૂર પાવડર: 1/2 ચમચી
- બારીક સમારેલી કોથમરી: 2 ચમચી
- તેલ અથવા ઘી: જરૂર મુજબ
બનાવવાની રીત
- સૌપ્રથમ, એક મોટા વાસણમાં ઘઉંનો લોટ અને મીઠું મિક્સ કરો અને નરમ કણક તૈયાર કરો.
- હવે તેને 15-20 મિનિટ માટે ઢાંકીને રાખો જેથી લોટ સેટ થઈ જાય.
- હવે એક બાઉલમાં બારીક સમારેલું લસણ અને લીલા મરચા લો.
- તેમાં લાલ મરચું પાવડર, જીરું પાવડર, ધાણા પાવડર, આમચૂર પાવડર, કોથમરી, મીઠું અને 2 ચમચી તેલ અથવા ઘી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
- હવે એક કણકના લુઆ બનાવો અને તેને વણી લો.
- હવે તેની વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ મૂકો અને પરોઠાને સીલ કરી દો.
- ધ્યાન રાખો કે સ્ટફિંગ બહાર ન નીકળવું જોઈએ.
- હવે તેને ફરી એકવાર વણી લો.
- આ પછી એક તવાને ગરમ કરો અને તેના પર વણેલું પરોઠું મૂકો.
- તેને મધ્યમ તાપ પર બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી શેકી લો.
- તૈયાર છે ચિલી ગાર્લિક પરોઠા, ટેને દહીં, અથાણું, ચટણી અથવા કોઈપણ શાકભાજી સાથે સર્વ કરો.