
કેરીનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ એક એવું ફળ છે જેની લોકો બારેમાસ રાહ જોવે છે. બજારમાં કેરી આવતા જ લોકો તેની નીતનવી વાનગીઓ બનાવવાનું શરૂ કરે છે. જો તમે કેરીના શોખીન છો તો તમે મેંગો શેક, મેંગો આઈસક્રીમ અને કેરીથી બનેલી ચીજો ખાધી હશે પણ શું તમે ક્યારેય કેરીનો હલવો બનાવ્યો છે. એકવાર રવો, લોટ સિવાય તમે કેરીની મદદથી પણ આ હલવો બનાવી શકો છો. તો ટ્રાય કરો નવી રેસિપિ.
કેરીનો હલવાના સામગ્રી
- કેરી
- ખાંડ
- કસ્ટર્ડ પાવડર
- ઘી
- એલચી પાવડર
કેરીનો હલવો બનાવવાની રીત
સૌ પહેલા કેરીને સારી રીતે ધોઈ લો. હવે તેના છોતરા કાઢો અને તેના નાના ટુકડા કરી લો. હવે મિક્સર જાર લો અને તેમાં કેરીના ટુકડા, ખાંડ અને કસ્ટર્ડ પાવડર મિક્સ કરો. હવે એક કઢાઈ લો અને તેમાં આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. તેમાં 1 કપ પાણી ઉમેરો. ધીરે ધીરે કરીને તેને હલાવતા રહો. મિશ્રણ એકરસ થશે. હવે તેમાં ઘી ઉમેરો.જ્યારે મિશ્રણ ઘી છોડવા લાગે ત્યારે તેમાં સૂકામેવા અને એલચીનો પાવડર મિક્સ કરો અને તેને હલાવો. હવે એક હલવાનું મિશ્રણ તૈયાર થઈ જશે. એક થાળીમાં ઘી લગાવી લો અને તેની ઉપર આ મિશ્રણ પાથરી લો. તેને ફ્રિઝમાં ઠંડું થવા દો અને જ્યારે તે સારી રીતે જામી જાય ત્યારે તેના મનપસંદ આકારના ટુકડા કરો. એકવાર તમે આ મિઠાઈ ખાશો તો તમે તેનો સ્વાદ ભૂલશો નહીં અને સાથે જ તે બનાવવામાં સરળ છે. તો તમે કેરીની સીઝન ખતમ થતા પહેલાં તેનો સ્વાદ માણી લો તે જરૂરી છે.